Thursday, 12 March 2015

ધન વરસાવશે


1.
વાસ્તુ વિજ્ઞાન શાસ્ત્રમાં શ્રીયંત્ર ખૂબ જ શુભ ફળદાયી ગણાવાયું છે. ઘરમાં તે રાખવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઘટે છે. નકરી- ઘંઘામાં બરકત આપે છે. જો શ્રીયંત્ર પારદ એટેલે કે શિશામાંથી બનાવેલું હોય તો તે વધુ પ્રભાવશાળી અસરો છોડે છે. ઘરમાં ઉન્નતિ માટે અજવાળીયાના શુક્રવારે શ્રીયંત્રની સ્થાપના કરી શકાય.

2.
શંખને પણ સૌભાગ્ય દાતા ગણવામાં આવે છે. વાસ્તુ વિજ્ઞાન ઉપરાંત બીજા શાસ્ત્રોમાં પણ શંખને વૈભવ આપનારો ગણ્યો છે. તેમાં પણ પારદના શંખનું વિશેષ મહત્વ છે. પારદના શંખને કુબેરનું પ્રતિક માનવામાં આવે છે. કુબેર મહારાજ દેવતાઓના ખજાનચી છે. જેના ઘરમાં પારદનો શંખ હોય તેના પર કુબેરની કૃપા હંમેશા બની રહે છે. તે વાસ્તુ ગોષને દુર કરીને ધનની વૃધ્ધિ કરે છે.

3.
પિરામીડ પણ વાસ્તુ દોષને દુર કરી શુભ ફળ આપનારા નિવડે છે. ખાસ કરીને ધન અને સ્વાસ્થય સંબંધી તકલીફોને દૂર કરે છે. તે આકાશિય ઉર્જાને અસર કરે છે. ઘરમાં રહેલા નેગેટીવ વાઈબ્રેશનને ઘટાડે છે.

4.
લક્ષ્મી અને ગણપતિ પણ શુભ-લાભ, રિધ્ધી - સિધ્ધી આપનારા ગણ્યા છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર પારદના ગણપતિ અને લક્ષ્મીજી ધન સંબંધી અડચણો દૂર કરે છે.

5.
એવી માન્યતા છે કે શિવલિંગ ઘરમાં ન રાખવું જોઈએ. કારણકે શિવલિંગ અપૂજ રહે તે સારુ ગણાતુ નથી. તેવા  શિવલિંગને ઘરમાં રાખવાથી ધન, સ્વાસ્થય અને અન્ય પ્રકારની તકલીફો આવે છે. શિવ આમ તો કલ્યાણકારી માનવામાં આવે છે પણ વાસ્તુ વિજ્ઞાનમાં તેને શુભ ગણ્યા નથી. અપવાદ તરીકે પારદના શિવલિંગને શુભ ગણવામાં આવે છે. જો ઘરમાં પારદનું શિવલિંગ રાખવામાં આવે તો ઘરમાં અપાર વૈભવ, સ્વાસ્થય આવે છે તેમ માનવામાં આવે છે.

6.
ઘરમાં દેવીમાંની ચાખડી રાખવી શુભ ગણાય છે. વાસ્તુ શાસ્ત્રમાં લક્ષ્મી દેવીની પારદની ચાખડીનો મહિમા વધુ છે. તે અધિક ફળની દાતા માનવામાં આવે છે. 

7.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પારદના હનુમાનજી ઘરમાં રાખવાથી શારીરિક, માનસિક પરેશાનીમાંથી મુક્તિ મળે છે. તેનાથી શનિ - રાહુની ખરાબ અસરો પણ ઓછી કરે છે. તેના નિયમિત પૂજનથી મનોકામના પૂરી થાય છે.

8.
લાલ કિતાબમા પારદના ગોળા ઘરમાંથી કેતુ ગ્રહની નકારાત્મક અસરો સામે રક્ષા આપે છે. પારદની એક નાનકડી ગોળી હમેંશા તમારી સાથે રાખવાથી કોઈની નજર લાગતી નથી. અને જાદુ - ટોનાની અસરથી પણ બચી શકાય છે. અકસ્મિક દુર્ઘટનાઓ સામે રક્ષણ માટેનો આ સૌથી કારગત ઉપાય ગણાય છે. 

9.
વિદ્યાર્થીઓ માટે અને રલા જગત સાતે સંકળાયેલા લોકો માટે માતા સરસ્વતિની પારદની મૂર્તિ લાભદાયક નિવડે છે. તે જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ કરે છે.વ્યક્તિ સંપત્તિવાન અને સુખી થાય છે. સાથોસાથ બુધ્ધિ અને યાદશક્તિ વધારે છે.

10.
પંચમુખી હનુમાનને ઘણાં જ ચમત્કારી માનવામાં આવે છે. તંત્ર, મંત્રની સિધ્ધીઓ માટે હનુમાનજીના આ સ્વરૂપની વિશેષ અરચના કરવામાં આવે છે. પંચમુખી હનુમાનજીની મૂર્તિ જેના ઘરમાં હોય તેના ઘરમાં આકસ્મિક બનાવો બનતા નથી. ઉન્નતિના માર્ગમાં આવતી બાધાઓ દૂર થાય છે.

11.
દેવી દુર્ગાની મૂર્તિ પણ શુભફળદાયી નિવડે છે. મા દુર્ગા દરેક પ્રકારના ભયને દૂર કરે છે. આ મૂર્તિને પરિણામે જમીનદોષ નાશ પામે છે. વ્યક્તિ સંપત્તિવાન અને સુખી થાય છે. ચોરીનો ભય દૂર થાય છે. 

12.
કુમાર કાર્તિકેય મંગળ ગ્રહના સ્વામી છે. તેની પારદની મૂર્તિ ઘરમાં રાખવાથી મંગળ દોષની અસર વાળી વ્યક્તિઓને લાભકારી નિવડે છે. કોર્ટ કચેરીના મામલામાં અને જમીન - જાયદાદના વિવાદોમાં  ભગવાન કાર્તિકેયની પારદની મૂર્તિ અનુકુળ પરિણામ આપે છે.

13.
દેવી લક્ષ્મીની પારદની ચોકી પણ ઘરમાં રાખવાથી ધન અને સંપત્તિની વૃધ્ધિ થાય છે. પારદ લક્ષ્મી ચોકીની સાથે શ્રી.યંત્રની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે.

No comments:

Post a Comment