Thursday, 31 January 2013

સફરનો પાછલો સમય




==============


ઉભરતી ઉદાસી,ચહેરાઓ પરે 


કુટાય લાચાર અરમાનો ઉદરે


અકાળે મરતા જોયા ઘરડા ઘરે


વિભક્ત કુટુંબની આઝાદીએ

ઝાટકાય નિજ સ્વાર્થના સૂપડે

ઉપણાય બુઢાપો વીભક્ત સૂપડે


દાદા પણાના અહેવાલોય,વિસરે

બળાપો લાચાર,દેખાય ઘર ખૂણે

તૂટેલી ગોદડી ને હાંડલી ફૂટેલી


ખબર પૂછવાનો,વક્ત ન ક્યાયે

રાખવાને ઉપકાર મોઢું છુપાવે

કરતો હોય એવું નિત સંભળાવે


મારાપણાનાં બધાય બેઠો માગે

બેઠો બુઢાપો નિજ વારસો ગુમાવે

બુઢાપો,મોતની રાહે સમય વિતાવે


હતી દીકરી થઇ ,પર ઘરની જે

કોકદી,આવતી બળતી,દાઝતી એ

હૈયું ઠરતું ,પ્રેમથી ખબર પૂછતી એ


રહ્યું ન ઓગણું ઘરનું હતું જે

ગેલેરી ઘરની સંભાળતી ભુઢાપો

રહ્યો ઘરનો ભાગ પાછલો એ હવે

No comments:

Post a Comment