Can I make my knowledge a reservoir, Can I hope towards the best future can I have the talent to nurture, But I feel fortunate that I know- I will make the things in tune Only if I Think “I CAN”.
Saturday, 16 February 2013
ગુજરાતી વેપારી
એક ગુજરાતી વેપારી મુંબઈ માં બેંક માં ગયો,
તેણે બેંક મેનેજર પાસે રૂ.૫૦,૦૦૦/- ની લોન માંગી,
બેંક મેનેજરે ગેરન્ટર માંગ્યો,
ગુજરાતી એ પોતાની BMW કાર જે બેંક સામે પાર્ક કરી છે તે ગેરન્ટી તરીકે જમા રાખવા સહમતી દર્શાવી, બેંક મેનેજરે કાગળો ચેક કરી, લોન મંજુર કરી આપી, અને ગાડી ને કસ્ટડીમાં પાર્ક કરવા પોતાના કર્મચારી ને સુચના આપી,
ગુજરાતી ૫૦,૦૦૦ રૂપિયા લઇ ચાલ્યો ગ્યો.
બેંક મેનેજર હસ્યા અને ચર્ચા કરતા તા કે, આ માણસ પાગલ લાગે છે, તે કરોડપતી છે, કરોડો રૂપિયા ની ગાડી માત્ર પચાસ હજાર માં રાખી ગયો..
ત્યારબાદ લગભગ બે મહિના રહીને ગુજરાતી વેપારી ફરી બેંક માં આવ્યો અને લોન નાં તમામ રૂપીયા ચુકતે કરવા ની ઈચ્છા દર્શાવી, બેંક મેનેજરે હિસાબ કરી કયું કે 50,000 મુદલ નાં ને 1250 વ્યાજ ની રકમ જનાવી..ગુજરાતી એ તે રકમ તરત જ ચુકવી દીધી,
મેનેજર થી રહેવાયું નહિં એટલે પુછયું, શેઠ, તમે આટલા મોટા વેપારી, BMW નાં માલિક, પ૦,૦૦૦ ની કેમ જરૂર પડી?
ગુજરાતી એ જવાબ આપ્યો,
હું ગુજરાત થી આવું છું, અમેરીકા જાતો હતો, મારૂં ફલાઈટ મુંબઈ થી હતું, મુંબઈ ની અંદર મારી ગાડી કયાં પાર્ક કરવી? એ પ્રશ્ન હતો,પણ તમેં તે પ્રશ્ન હલ કરી દિધો..મારી ગાડી પણ સેફ કસ્ટડી માં બે મહિના તમે સાચવી ને મને 50,000/- વાપરવા પણ આપ્યા ને આ બન્ને કામ કરવા નો ચાર્જ માત્ર 1250 લાગ્યા. તમારો ખુબ ખૂબ આભાર...
મેનેજર બોબાકડૉ બની ગ્યો...
ભાઈ...ભાઈ....ગુજરાતીઓને કોઈ ના પહોંચી શકે હોં !!!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment