Saturday, 9 March 2013

કોમેડી નિયમો


ગ્રીસ નો નિયમ:

તમે જયારે હાથ ગ્રીસવાળા કરી બેસો તે પછી જ તમારા નાકમાં ખંજવાળ આવે છે.

ટેલીફોનનો નિયમ:

જયારે તમે કોઈ ખોટો નંબર લગાડી ડો ત્યારે કોઈ દિવસ સામેનો ફોન વ્યસ્ત હોતો નથી.

સ્નાનનો નિયમ:

જયારે તમે ન્હાવા બેસો અને આખું શરીર પલાળી જાય તે પછી જ ફોનની ઘંટડી રણકે છે.

લાઈનનો નિયમ:

તમે જયારે કોઈક લાઈનમાં હોવ અને બીજી લાઈન ચાલુ થતા તમે પહેલી લાઈન છોડી બીજીમાં ઉભા રહેવા જતા રહો તે પછી પહેલી લાઈન જલ્દી જલ્દી આગળ વધવા માંડે છે.

થીયેટરનો નિયમ:

કોઈપણ કાર્યક્રમમાં તમે કોર્નર પર બેઠેલી વ્યક્તિજ હમેશા મોદી આવે છે.

વર્કશોપનો નિયમ:

જયારે કોઈ પણ ઓજાર કે વસ્તુ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તમારા હાથમાં ના આવે એવા કોઈ ખૂણામાં જતી રહે છે.

બહાનાનો નિયમ:

જયારે એકાદ દિવસ તમે ઓફીસમાં મોડા પાડો અને બોસને એવું બહાનું બતાવો કે ટાયર પંક્ચર થઇ ગયું હતું તો બીજા દિવસે સાચે જ ટાયર પંક્ચર થઇ જાય છે.


પરિણામનો નિયમ:


જયારે તમે સાબિત કરવા મઠો છો, કે કોઈક મશીન કામ કરતુ નથી ત્યારે તે બતાવતી વખતે મશીન એકદમ બરાબર કામ કરે છે.

ખણનો નિયમ:

ખણની જગા હાથની પહોચથી જેટલી દુર તેટલી ખણ વધુ તીવ્ર હોય છે.

કોફીનો સમય:

જેવા તમે ગરમાગરમ કોફીનો કપ લઇ તે પીવા જાવ છો ત્યાં જ તમારા બોસ તમને એવું કૈક કામ સોપશે જે કરવામાં જ તમારી કોફી ઠંડી થઇ જશે.

કોઈના સમા ભટકાઈ જવાનો નિયમ:

જયારે તમે કોઈ એવી વ્યક્તિની સાથે હોવ જેની સાથે દેખાવાની તમારી ઈચ્છા ના હોય ત્યારે અચૂક તમને કોઈ ઓળખીતું ભટકાઈ જ જાય છે

No comments:

Post a Comment