આઇ.પી.એલ મેચો મા સટો રમી રમી ને બોર થૈઇ ગયેલા ગુજરાતીઓએ જી.પી.એલ રમવાડવાનુ નક્કી કર્યુ જી.પી.એલ મા સેલીબ્રીટી આકર્ષણ મા શ્રી શ્રી નરેશ ભાઇ , મહેશ ભાઇ , હીતુ ભાઇ , વિક્રમ ભાઇ , મોના બેન વગેરે રેહશે ટીમો નીચે પ્રમાણે રેહશે
(1.) મેહસાણાના માથાભારે (MM)
(2.) અમદાવાદના અક્કલમઠા (AA)
(3.) બરોડાની બંદુક (BB)
(4.) સુરતના સટોડીયા (SS)
(5.) રાજકોટના રમતીયા (RR)
વગેરે વગેરે
કાર્યક્રમ અને નીયમો નીચે મુજબ રેહશે
(1.) જી.પી.એલ ની ઓપનીગ સેરેમની મા ગણેશ સ્થાપન , અને ગરબા નો ભવ્ય પ્રોગ્રામ રખાશે
(2.) જી.પી.એલ નો ટૉસ સિક્કા ઉછાળીને નહી કરાય આપણે ગુજરાતી છીએ રૂપિયા નુ મહત્વ જાણીએ એક પથ્થર રખાશે જેના પર એમાપર થુકશે અને ઉછાળીને પુછશે "બોલો લીલુ કે સુકુ ??" અને આગામી મેચો મા '' વધુ રને પેહલ '' નો નિયમ અમલમા મુકાશે
(3.) એમ્પાયર મા પણ બે એમ્પાયર દરેક ટીમ નો ના રમતો પ્લેયર જ હશે એટલે એને પણ મેદાનમા આવવાનો મોકો મલે અને એમ્પાયર નો પગાર બચે
(4.) ચીયર ગર્લ ને ચણીયા ચોળી નુ ટ્રેસીગ ફરજીયાત અને ચીયર બોય ને પણ ધોતીયુ અને ઝભ્ભો ફરજીયાત રહેશે
(5.) સ્ટ્રેટેજીક ટાઇમ આઉટ 2.30 ની જગ્યાએ 5 મિનિટ નો રેહશે જેમા જી.પી.એલ તરફથી પ્લ્યરો ને ફાફડા ગાઠીયા જલેબી વાટીદાળના ખમણ, ભજીયા વગેરે આપવામા આવશે
(6.) આટલુ ખાધા પછી જો કોઇ ફિલ્ડર ગ્રાઉનડમા ના દોડી શકે તો એના માટે ગ્રાઉનડ મા રીકશા ની વ્યવસ્થા કરાશે જેનુ ભાડુ પ્લ્યરે પોતાની મેચ ફીમાથી મીટર પર ચુકવવાનુ રેહશે
(7.) ચોગગા છગ્ગામા જે ટીમ વધારે રૂપિયા જી.પી.એલ ને આપશે એની બાઉન્ડ્રી એટલી નજીક રખાશે
(8.) હારે કે જીતે કોઇપણ પણ રાત્રે ભેગા મળીને રાસ ગરબા અને જમણ વાર કરવાનો રેહશે જેથી સ્પોર્ટ્સમેન સ્પીરીટ જીવતી રહે.
'' અમે તો ખાધુ છે ઘી - તેલ
ચલો રમીએ હવે જી.પી.એલ ''
લી - વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી
No comments:
Post a Comment