ઘણાં વર્ષો પહેલાંની વાત છે. એક વૃદ્ધ સજ્જન પોતાના જુવાન દીકરા સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.
આ પિતા-પુત્ર તેમના વર્તનને કારણે અન્ય મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ટ્રેન સ્ટેશનેથી રવાના થવાની તૈયારીમાં જ હતી. યુવાન દીકરો બારીની પાસે બેઠો હતો અને બહુ ખુશ દેખાતો હતો. તેનો ઉલ્લાસ અને ઉત્સુકતા ચહેરા પર સ્પષ્ટ વર્તાતાં હતાં. બીજા મુસાફરો પોતપો...તાની સીટ ઉપર આરામથી બેઠા હતા. જેવી ટ્રેન ચાલી યુવાને હાથ બહાર કાઠ્યો અને હવાને હાથમાં મહેસૂસ કરવા લાગ્યો. એ ખુશ થઇ બૂમો પાડીને કહેવા લાગ્યો, ‘પિતાજી જુઓ કેટલી ઝડપથી બધાં ઝાડ પાછળની તરફ ભાગી રહ્યાં છે.’
પિતા પુત્રની ભાવનાઓને સમજી હસતાં હસતાં માથું હલાવી તેની વાતને સમર્થન આપી રહ્યા હતા. તેમની સામે બેઠેલું એક દંપતી પિતા-પુત્રની વાતચીત અને વર્તનને જોઇ રહ્યું હતું. તેમને આશ્ચર્ય થઇ રહ્યું હતું કે, ૨૫ વર્ષનો યુવાન કેવું બાળક જેવું વર્તન કરી રહ્યો છે. અચાનક પેલો યુવાન ફરી બૂમો પાડવા લાગ્યો,‘પિતાજી જુઓ, તળાવ, જાનવર અને વાદળો બધાં ટ્રેનથી દૂર ભાગી રહ્યાં છે.’ અચાનક વરસાદ શરૂ થઇ ગયો અને પાણીનાં ટીપાં યુવકના હાથ ઉપર પડ્યાં. તેની ખુશીની કોઇ સીમા ન રહી. તે ફરીથી મોટેથી બોલવા લાગ્યો, ‘પિતાજી જુઓ, વરસાદનાં ટીપાંએ મારા હાથનો સ્પર્શ કર્યો.’
હવે પેલા દંપતીથી સહન ન થયું. તેમણે વૃદ્ધને પૂછ્યું, તમારો યુવાન દીકરો સાવ નાના બાળક જેવું વર્તન કરે છે. તેને હોસ્પિટલમાં લઇ જઇને તેનો ઇલાજ કેમ નથી કરાવતા?વૃદ્ધે કહ્યું,‘ અમે હોસ્પિટલમાંથી જ આવી રહ્યા છીએ. મારો દીકરો જન્મજાત અંધ હતો. આજે તેને નવી આંખો મળી છે.’ વૃદ્ધનો જવાબ સાંભળી દંપતીનું મસ્તક શરમથી ઝૂકી ગયું.
બોધ: કોઇના વિશે બહુ જલદી અનુમાન લગાવવું ના જોઇએ. જાણ્યાં
સમજ્યાં વગર કોઇ પ્રતિક્રિયા ના આપવી જોઇએ.
કોઇપણ ટીકાટિપ્પણી કરતા પહેલાં આખી વાત સમજી લેવી જોઇએ.

No comments:
Post a Comment