Monday, 1 July 2013

દરેક પતિ આ વાંચો…….. પત્ની પણ …..

તેને ચાહો …. તે તમારી કોફી અથવા ચા ચાખી ને આપે છે…. કેમ કે તે ઈચ્છે છે કે તેનો સ્વાદ તમને ગમે છે તેવો હોય…

તેને ચાહો ….. તે તમને ભગવાન પ્રાર્થના કરવા માટે કહે છે…. કેમ કે તે સ્વર્ગ માં પણ તમારી સાથે જ રહેવા માંગે છે…

તેને ચાહો …..તમને બાળકો સાથે રમવા કરવા માટે કહે છે…. કેમ કે તે ઈચ્છે છે કે બાળકો માત્ર તેના જ બની ને ના રહે….

તેને ચાહો …..તે ઈર્ષ્યા કરે છે… કેમ કે તેણે તમામ પુરુષોમાં થી તમને પસંદ કર્યા છે….

તેને ચાહો … ક્યારેક તેનાથી રસોઈ સારી ના બની હોય…. પણ કદાચ તમને ખુશ કરવા તેણે તે બનાવવા નો પ્રયત્ન કર્યો હશે ….

તેને ચાહો … તે તમને બાળકો ને હોમવર્ક માં મદદ કરવા માટે કહે છે… કેમ કે તે ઈચ્છે છે કે તમે ઘરસંસાર નો ભાગ બનો …

તેને ચાહો ….. જયારે એ તમને પૂછે છે કે શું તે જાડી દેખાય છે ? કેમ કે તમારા અભિપ્રાય નું તેને ખુબ મહત્વ છે… આથી તેને કહો કે તે સુંદર જ દેખાય છે…

તેને ચાહો …..જયારે તે સુંદર દેખાય છે… તો વિચારો કે તે તમારી જ છે… એટલે જ એની કદર કરો

તેને ચાહો …..તે તૈયાર થવામાં કલાકો વિતાવે છે… કેમ કે તે ઈચ્છે છે કે તે તમારા માટે જગત ની સૌથી સુંદર સ્ત્રી દેખાય …

તેને ચાહો …..જયારે તે કોઈ પણ કારણ વિના રડે… ત્યારે. તેને કઈ પૂછો નહિ… બસ એટલું કહો કે બધું બરાબર થઇ જશે…

તેને ચાહો …ક્યારેક એ તમને કહે કે સરખી રીતે drive કરો… કેમ કે તે ઈચ્છે છે કે તમે સલામત રહો….

તેને ચાહો …તે તમારી સામે દલીલો કરે છે… કેમ કે તે ઈચ્છે છે કે તમારા બંને વચ્ચે બધું બરાબર થઇ જાય…

તેને ચાહો …કેમ કે તે તમારી છે… અને તેને ચાહવા માટે તમારે કોઈ ખાસ કારણ ની જરૂર નથી …

સ્ત્રીઓ તમારા જીવન નું અભિન્ન અંગ છે અને તેમને રાણી હોય તેવી અનુભૂતિ કરાવો …

No comments:

Post a Comment