Wednesday, 3 July 2013

ન્યુટન ના નામની દુનિયા..!!



મારુ જીવન એ વિજ્ઞાન(science) અને તત્વજ્ઞાન બંને અલગ અલગ છેડા થી રચાયેલા પુલ વચ્ચે જ ચાલ્યા કર્યુ છે...science ની બાબત મા મને જેટલો રસ પડ્યો છે એટલો જ રસ મને સાહિત્ય ની બાબત મા પણ પડેલો છે...અને આજે હુ એ બન્ને ને ભેગા કરવાની કોશીશ તરફ છુ ન્યુટન નામના ભાઇ માર જીવન ના ફેવરેટ વૈજ્ઞાનિક ભાઇ રહ્યા છે અને એમનો આઘાત પ્રત્યાઘાત નો નિયમ એ આજના આર્ટીકલ નો મેઇન પોઇંટ છે...ન્યુટન નો આ નિયમ એ માત્ર વિજ્ઞાન ની દુનિયા મા જ નહી પણ વ્યવહારીક દુનિયા મા પણ એટલો જ સાચો સાબિત થયો છે...અને મારા આ આર્ટીકલ થી તમે એ જરુર ક્યાક અનુભવ કરશો...!!

1> જે વ્યકતિ થી તમે જેટલા તમે નજીક હોવ છો એ વ્યકતિ થી એટલા જ તમારે દુર જવુ પડે છે...
2> સુખ દુખ એ જીવન ના પડાવો છે એ જીવન ચક્ર મા ચાલ્યા જ કરે છે જો તમે આજે સુખી છો તો તમે દુખ ભોગવી ચુક્યા હસો
જો તમે આજે દુખી છો તો તમે આવતી કાલે સુખી થસો...
3> તમે તમારા જીવન મા જેટલુ અભિમાન કરો છો એટલી જ તકલીફ સાથે તમે નીચે ફેકાવ છો એ સત્ય વાત છે.. ” મારા વગર દુનિયા અટકી પડશે એવુ કેહનારા થી આજે ઘણીય કબરો ભરેલી છે..”
4>તમે જો કોઇના વિશે ક્યાય ખરાબ બોલો છો તો આજે નહી તો કાલે પણ તમારી સાથે એ વસ્તુ ખરાબ થવાની જ છે..
5> તમે જેટલુ ખરાબ કામ કરો છો એટલુ જ ખરાબ તમારુ થવાનુ છે,,, આ નિયમ માત્ર તમારી જાત નુ જ સાંભળે છે કેહવાનો મતલબ કે જે કંઇ તમે કરો છો એ તમે જ ભોગવશો...!!
તમે ખરાબ કામ કરો અને સજા તમારા પરિવાર ને મળે એવુ નહી હોય તમે ખરાબ કરશો તો સજા પણ તમે જ ભોગવસો... કદી વિચાર્યુ આ દુનિયા આટલી બેલેંસીંગ કેમ છે કારણ કે આ નિયમ એ દુનિયા ના દરેક પાસે દરેક ખુણે ભાગ ભજવે છે...વ્યવહાર ની બાબત મા પણ વિજ્ઞાન ની બાબત મા પણ.. વિચાર મારો અભિપ્રાય તમારો..!!

No comments:

Post a Comment