Monday, 19 August 2013

એક વાર નાસાના વૈજ્ઞાનિકોને મંગળ પર મોકલવા માટે પ્રોફેશનલ્સની જરૂર હતી. તેમાં મહત્વનીવાત એ હતી કે, એક ને જ જવાનું અને તે “વન વે” ટ્રીપ હશે, જે પણ જશે ફરી પૃથ્વી પર નહિં આવી શકે..
ઈન્ટરવ્યું ગોઠવાયું...
પ્રથમ એન્જીનીયર આવ્યો,
ઈન્ટરવ્યું લેનાર : તમે તમારા જાન ને જોખમે ત્યાં જાવ છો તેના માટે તમે કેટલું વળતર લેશો? અને શા માટે?
એન્જીનીયર : એક મિલિયન ડોલર, હું જે ગુજરાત યુનિવર્સીટીમાં ભણ્યો તેમાં દાન કરીશ.
બીજો ડોક્ટર આવ્યો.
ઈન્ટરવ્યું લેનારે તે જ સવાલ કર્યો..
ડોક્ટર : બે મિલિયન ડોલર, હું એક મિલિયન ફેમિલી માટે રાખીશ અને બાકીનાં મેડીકલ રીસર્ચને માટે આપીશ.
ત્રીજો હતો પોલીટીશીયન.
તેને પણ તે જ સવાલ કર્યો.
પોલીટીશીયને પેલાનાં કાનમાં ધીમે થી કહ્યું,“ત્રણ મિલિયન ડોલર..”
“તારે કેમ બીજા કરતા વધુ જોઈએ છે?” ઈન્ટરવ્યું લેનારે પૂછ્યું..
પોલીટીશીયને જવાબ આપ્યો કે, “તમે મને ત્રણ આપશો તેમાંથી એક હું રાખીશ, એક તમને આપીશ અને આપણે ચૂપચાપ પેલા એન્જીનીયરને મોકલી દઈશું….”

No comments:

Post a Comment