ગુજરાતના ખૂણે ખૂણે વસે છે એક ગોવા
-ખરેખરમાં આ જગ્યાની એક મુલાકાત આપનું દિલ ખૂશ કરી દેશે
10- તિથલ બીચ
તિથલ બીચ પણ નારગોલ બીચની જેમ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. આ બીચ પણ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસનો વ્યાપ વઘારે છે. તિથલ બીચ ગુજરાતના શ્રેષ્ઠ માણવા લાયક સ્થળોમાનું એક સ્થળ છે. તેમજ સુરત ઉપરાંત સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો પણ આ બીચની નજીક છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.
કેવી રીતે પહોંચવું
નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ વલસાડે છે. તેમજ રેલવે થકી જવા માટે પણ નજીકનું રેલવે સ્ટેશન વલસાડ છે. સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.
11- દ્વારકા બીચ
જામનગર જિલ્લામાં આવેલું દ્વારકા બીચ પોતાની સુદંરતાની સાથે જ ધાર્મિક મહત્તાના કારણે પણ વિશ્વભરમાં જાણીતું છે. દરિયાકાંઠે આવેલા દ્વારિકાધિશ મંદિરના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટે છે. દ્વારકાના દરિયામાં ડોલફિન, પોર્પાઇઝ,ઓક્ટોપસ સ્ટાર ફિશ જેવા દરિયાઇ જીવો જોવા મળે છે.
કેવી રીતે પહોંચવું
દ્વારકા જવા માટે જામનગરથી વ્હિકલ મળી શકે છે. તેની નજીકનું એરપોર્ટ જામનગર છે. ભારતભરમાંથી રેલવે થકી દ્વારકા જઇ શકાય છે.
12- જામનગર બીચ
સૌરાષ્ટ્રના સુંદર શહેરોમાંનું એક એવું જામનગરના દરિયાની દ્રષ્ટિએ પણ અન્ય શહેરો કરતા વધારે ભાગ્યશાળી છે. જામગનરમાં જોવા માટે અનેક સ્થળો છે. જેમાં પીરાટોન ટાપુ, માઢી, લાગૂન, પોસિત્રા, બાલાછડી, બેડી બંદર વગેરે જામનગરમાં દરિયાકાંઠાના સ્થળો જોવાલાયક છે.
આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, કચ્છથી જામનગર સુધી 42 એવા નાના બીચ છે જે ગુજરાતના દરિયાકાંઠાની સુંદરતામાં અનેરો વધારો કરે છે. તેમજ જામનગરના બીચ પર તમને એકાંત પણ મળી શકે છે.
કેવી રીતે પહોંચવુ
જામનગર ત્રણેય માર્ગે પહોંચી શકાય છે. રેલવે અને રોડ મારફતે પહોંચવા માટે તમને અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાંથી આરામથી વ્હિકલ મળી શકે છે. જામનગરમાં એરપોર્ટ હોવાથી તમે હવાઇ મારફતે પણ જામનગર આવી શકો છો.
13- સોમનાથ બીચ
સૌરાષ્ટ્રના હાર્દસમો સોમનાથ બીચ ભારતના સૌથી શ્રેષ્ઠ બીચીઝમાં સ્થાન ધરાવે છે. તેની એક ખાસિયત એ પણ છે કે ત્યાં શિવ મંદિર આવેલું છે જે 12 જ્યોર્તિલિંગમાનું એક છે. મહાશિવરાત્રી દરમિયાન ત્યાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે.
જો કે, સોમનાથનો બીચ સ્વિમિંગ કરવા માટે ઉત્તમ માનવામાં આવતો નથી. શાંત વાતાવરણમાં કુદરતી સૌંદર્યને માણવાનો એક અનેરો આંનદ આ બીચ પરથી મળી શકે છે. સોમનાથના બીચ પર કેમલ રાઇડ અને લાઇટ સ્નેક્સનો આનંદ માળી શકો છો.
કેવી રીતે પહોંચવું
સોમનાથની નજીકના સ્થળ જૂનાગઢ અને ચોરવાડ છે. સોમનાથ જવા માટે રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓના વાહન મળી શકે છે. ઉપરાંત નજીકનું રેલેવે સ્ટેશન વેરાવળ છે.
આ ઉપરાંત ગુજરાતમાં જોવાલાયક બીચીઝમાં દિવ- દમણ, ચોરવાડ, ઓખા, ઘોઘા, દાંડી, સુવાલી, પોરબંદર, ડુમાસ છે. જે ગુજરાતની દરિયાઇ સુંદરતાને વધારે સુંદર બનાવે છે.

No comments:
Post a Comment