Wednesday, 13 February 2013

ભાઈઓ સાવધાન!!

મહિલાઓ દ્વારા પુરુષો માટે શોધવામાં માં આવેલી દવાઓ!
*************************************

ભાઈઓ સાવધાન!!

તમારા માટે બહેનો એ વિજ્ઞાનીઓ સાથે મળીને આ દવાઓ ગોતી છે - બચતા રે'જો ! - સાવધાન !

૧) ANIVERSIA – જન્મદિન અને એનીવર્સરી યાદ રહે તે માટેના કોષોની જાગૃતિ માટે.

૨) SLIMOXIL – પુરુષોના આંખની કીકીને પહોળી કરે જેથી પત્ની ટુનટુન જેવી હોય તો કરીના જેવી માઈનસ ફિગરની લાગે.

૩) SPORTOBLIND X – ઓપ્ટિક નર્વસ પર અસર કરશે જેથી ટી.વી. પરની કોઈ પણ સ્પોર્ટ્સ ચેનલ ના ઓળખી શકે.

૪) WORKOCETAMOL – ઘરકામ કરવા માટે ની કૃત્રિમ ઇરછા ના પ્રગટીકરણ માટે.

૫) SHOPHOFOBEX – મગજના જ્ઞાન તંતુને શોપિંગનું મહત્વ સમજાવશે તથા અઠવાડિયે એક વાર પત્નીને શોપિંગ અને ફરવા લઇ જશે, તેણી સાથે એટલી જ ધીરજથી રહેશે.

૬) FLIRTONATE-N – જયારે બીજી કોઈ સુંદર સ્ત્રી પુરુષની આંખ સામે આવશે તો કીકીની ઉપર એક ફ્લુઇડ આવશે જે તેને તેની ભયાનક પત્નીનું રૂપ દેખાડશે.

અરે! બહેનો માટે આ ખાસ તક છે, કે બીજી દવાનું સંશોધન કરીને ફટાફટ કોમેન્ટ્સ માં લખવા જ માંડો.

આવો મોકો વારંવાર ના આવે હો!

No comments:

Post a Comment