આ છે ટેક્સ બચાવવાના અચૂક રસ્તા
ટેક્સ બચતની મોટાભાગની સ્કીમ મહત્તમ સુરક્ષા સાથે ઉંચા રિટર્ન પણ અપાવે છે. એવામાં મહેનત સાથે કમાયેલા નાણાને જો ટેક્સથી બચાવવા છે તો તમારે કેટલાક વિકલ્પો પર વિચાર કરવો પડશે. ટેક્સ સેવિંગ્સની સૌથી અગત્યની જોગવાઇઓ સેક્શન 80સી હેઠળ કરાયા છે. તે મુજબ છૂટમાં સામેલ યોજનાઓમાં એક લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી 30,900 રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકાય છે.
પીપીએફ
પીપીએફમાં રૂ 70,000 સુધીનું રોકાણ કરવેરાની કલમ 80સી હેઠળ આ રકમ પર આવકવેરા રાહતનો લાભ ઉઠાવી શકે છે. તેમાં દર વર્ષે રિટર્ન નિર્ધારિત હોય છે. આ એક માત્ર એવો વિકલ્પ છે જે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે.
ઇન્સ્યોરન્સ પ્રિમીયમ
તેમાં એક લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે, પણ વાર્ષિક પ્રીમિયમની રકમ સમ-એશ્યોર્ડની ઓછામાં ઓછી 20 ટકા હોવી જોઇએ. તેમાં રિટર્ન બજાર પર આધારિત છે. જો આ ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ છે તો 3 વર્ષની મેચ્યોરિટી પછી મળનારી રકમ કરમુક્ત હશે. જ્યા સુધી જનરલ ઇન્સ્યોરન્સ સ્કીમની વાત છે તો તેને સંબંધિત વર્ષની આવકની જેમ માનવામાં આવશે અને તે પ્રમાણે જ ટેક્સ લાગશે.
મ્યુચ્યુઅલ ફંડ્સ
ઇઇએલએસમાં એક લાખ રૂપિયા સુધીના રોકાણને મંજુરી અપાઇ છે. આવા ઇન્સ્સ્ટ્રુમેન્ટમાંથી મળનારું રિટર્ન બિલ્કુલ કરમુક્ત છે. જો કે આ રિટર્નમાં માર્કેટનુ જોખમ પણ સામેલ હોય છે.
ટ્યૂશ ફી
ટેક્સ ચુકવનારા વ્યક્તિ દ્વારા પોતાના બે બાળકોની ટ્યૂશન ફી પર એક લાખ રૂપિયા સુધી થનારા ખર્ચને કરપાત્ર રકમમાંથી ઘટાડી દેવાય છે. સેક્શન 80સી હેઠળ રાહત માટે આ રકમની મહત્તમ મર્યાદા 1 લાખ રૂપિયા છે.
હોમ લોનની ચુકવણી
હોમ લોન સંબંધી 1 લાખ રૂપિયા સુધીની પ્રિંસિપલ અમાઉન્ટ પર કલમ 80સી હેઠળ છૂટ મળે છે. આ રકમને કરપાત્ર રકમમાંથી ઘટાડી દેવાય છે. જો તમે પોતાના ઉપયોગ માટે મકાન ખરીદ્યું છે તો તેના હેઠળ રૂપિયા 1.5 લાખ સુધી ચુકવાતા વ્યાજ પર પણ ટેક્સ નહીં લાગે.
પેન્શન ફંડ
કોઇ ઇન્સ્યોરન્સ કંપનીના પેન્શન ફંડમાં જો તમે 1 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો તે આ રકમ કરપાત્ર રકમમાંથી ઘટાડી દેવાશે. રાહતનો લાભ લેવા માટે તમે ન્યુ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકો છો. તેની મહત્તમ મર્યાદા કલમ 80સી હેઠળ 1 લાખ રૂપિયા છે. જો કે જ્યારે તમે તેને પાછી લેશો ત્યારે તેના પર ટેક્સ લાગશે.
એજ્યુકેશન લોન રિપેમેન્ટ
જો તમે પોતે કે પરિવારના કોઇ સદસ્યના ઉચ્ચ શિક્ષણ માટે લોન લો છો તો તેના પર આવકવેરામાં છૂટ મળે છે. જો કે પ્રિન્સિપલ અમાઉન્ટની ચુકવણી પર કોઇ છૂટ નહીં મળે.
મેડિક્લેઇમ પોલિસી
માતાપિતા માટે મેડિક્લેમ પોલિસી ખરીદતા આવકવેરામાં રૂપિયા 15000ની છૂટ મળે છે. જો તમારા માતાપિતા સીનિયર સિટિઝન છએ તો છૂટની રકમ રૂ 20,000 રૂપિયા સુધી હોઇ શકે છે. આ ઉપરાંત તમે પોતાની મેટિક્લેઇમ પોલિસી માટે પણ 15000રૂપિયા સુધીની છૂટ માટે ક્લેઇમ કરી શકો છો.
અક્ષમ ડિપેન્ડન્ટ માટે
જો તમે શારીરિક રીતે અક્ષમ લોકોનો ઉપચાર કરાવી રહ્યા છો તો તમને ટેક્સેબલ ઇનકમમાં રૂ 50,000 રૂપિયા સુધીની રાહત મળી શકે છે. આ માટે જોગવાઇ કહેલી રકમને એપ્રુવ્ડ ઇન્સ્યોરન્સ કંપનીઓની યોજનામાં લગાવીને પણ છૂટનો લાભ ઉઠાવી શકાય છે. જો શારીરિક અક્ષમતા ઘણી વધારે છેતો છૂટની રકમ વધીને 1 લાખ રૂપિયા સુધી પણ થઇ શકે છે. આ માટે જરૂરી દસ્તાવેજ રજુ કરવા પડે છે.

No comments:
Post a Comment