ભગવાન કહે માનવને ……………..
તું શાને થાય હેરાન, શાને છે પરેશાન?
મને શોધવા શાને ફરે તું જુદાજુદા દેવસ્થાન?
હું તો છું તારા મનમાં, ને સૃષ્ટિના કણકણમાં,
તારા ભૂત ભવિષ્ય વર્તમાનમાં,ને તારી ક્ષણેક્ષણમાં,
તારા કર્મ અને ધર્મમાં, ને જ્ઞાન અને વિજ્ઞાનમાં,
પંખીઓના કલરવમાં,ને પશુઓના રવ(અવાજ)માં,
ઝાડપાનની હલચલમાં,ને નદીઓના કલકલમાં,
કુદરતના આયોજનમાં, ને પ્રલયના પ્રયોજનમાં,
દશે દિશાઓમાં ને આસપાસના વાતાવરણમાં,
ભગવાન કહે માનવને ……………..
તું શાને થાય હેરાન, શાને છે પરેશાન?
મને શોધવા શાને ફરે તું જુદાજુદા દેવસ્થાન?
મારા અસ્તિત્વ વિનાનું સૃષ્ટિ પર નથી કોઈ સ્થાન,
એ એહસાસથી જ મળશે તને તારા ભગવાન

No comments:
Post a Comment