Friday, 19 April 2013

આપડા ગુજ્જુકાકા એ KBC મા જબરા જવાબ આપ્યા હોં .......

સવાલ (૧) – નેપોલિઅન કઈ લડાઇમા મરી ગયો ?
જવાબ ( ૧) – એની છેલ્લી લડાઇમા..

સવાલ (૨) ભારત ની સ્વતંત્રતા ને જાહેરનામુ ક્યાં સહી થયું હતું ?
જવાબ (૨) જાહેરનામા ના તળીયે !

સવાલ (૩) છુટછેડાનુ મુખ્ય કારણ શું ?
જવાબ (૩) લગ્ન

સવાલ (૪) ગંગા નદી કેવી રીતે વહે છે ?
જવાબ (૪) પ્રવાહી રુપે.

સવાલ (૫) વાળુમા તમે શું ન ખાઇ શકો ?
જવાબ (૫) રોંઢો. (રોંઢા નો અર્થ ખબર હોય તો)

સવાલ (૬) અડધા કાપેલા સફરજન જેવું શું દેખાય ?
જવાબ (૬) બાકી વધેલું સફરજન

સવાલ (૭) તમે કાળા સમુદ્રમા લાલ પથ્થર નાખો તો તે કેવો દેખાય ?
જવાબ (૭) ભીનો.

સવાલ (૮) માણસ સતત ઉઘ્યા વગર સાત દિવસ કેમ કાઢે ?
જવાબ (૮) રાત્રે ઉંઘીને

સવાલ (૯) આઠ મણસને એક ઘર બાંધતા સાત દિવસ લાગ્યા તો ચાર માણસ ને તે ઘર બાંધતા કેટલો સમય કાફે ?
જવાબ (૯) એકેય નહી ઘર બંધાય ગયુ છે.

સવાલ (૧૦) તમારા હાથમા ત્રણ સંતરા, ત્રણ મુસંબી ને ત્રણ કેળાં હોયતો તમારી પાસે શું હોય ?
જવાબ(૧૦) ખુબ મોટા હાથ.

No comments:

Post a Comment