આ એક ઐતિહાસિક પત્ર છે -આજથી બસ્સો વર્ષ પહેલાંનો. વડોદરાના સેન્ટ્રલ રેકોર્ડ ઓફિસમાં સચવાયેલો આ પત્ર, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનો આ એક દસ્તાવેજી પત્ર છે. મહારાજા સયાજીરાવ(બીજા)ને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવો અપ્રતિમ ભાવ હતો તેનો ખ્યાલ, તેમણે લખેલા પત્રો પરથી આવે છે. શ્રીજી મહારાજને વડોદરા પધારવા માટેનો તેમણે લખેલા આ પત્રમાં જણાવ્યું છે :
'સ્વસ્તી શ્રીમદ્ વડતાલ ગામ કૃતનિવાસ પુ.શ્રી લક્ષ્મીનારાયણ ચરણસરોજ સેવાકૃત મહાદરેસુ જ્ઞાનવૈરાગ્યાદી સર્વસલક્ષણ સંપનેષુ સ્વામીસુ સહજાનંદસુ ઈઅન શ્રી વટપતનાલેખ્યવંત સીહાજીના (સયાજીના)નમો નારાયણ જ્ઞા. પ્રર્ણતીપટલ સમસ્તક.
બીજુ _ લખવા કારણ એમ છે જે મહારાજ, કૃપા કરીને એકવાર વડોદરે પધારો અને હમને પાવન કરો ને તમારી નજરમાં આવે તો એક દિવસ તથા બે દિવસ ત્થા પોર રહીને અમને દરશન આપીને તમારી નજરમાં આવે તેમ કરજો. અને અમારે તો તમારા દરસનમાત્રની ઈછા છે. બીજુ _ કાંઈ ઈછા નથી. અને બીજુ _ મેં વીનતિ કોઈને આવડી કરી નથી ને બહુ બહુ કરીને આપને વીનતી કરૂં છુ _ જે માહારાજ, તમો આંહીયાં જરૂર જરૂર પધારજો... બીજુ _, તમારા પત્રમાં લખું (લખ્યું) છે જે લક્ષ્મીનારાયણની સામગ્રીના દાણની માફીનું પત્ર મોકલજો, એવું હતું. તેનું જવાબ પાછળથી લખી મોકલીશું. ને પ્રસ્તુત તમારા દરસનની ઈચ્છા અમને ઘણી છે. માટે આ પત્ર લખી આદર કરૂં છુ _. એ પત્ર ઘણી અગત્યનું જાણીને આપે વેલા પધારજો ને આપ તમે કશી વાતનું અંદેશો મનમાં ન લાવતાં વેલા આવીને અમને દરસન થાય તેમ કરજો ને અમારે પણ ઈછા એ જ છે.
દક્ષણી હરફે સઈ.'
મહારાજાએ, આ પત્ર પછી બીજો એક પત્ર ભગવાન સ્વામિનારાયણને લખ્યો હતો જેમાં, વરતાલના મંદિરની દાણમાફીનો ઉલ્લેખ હતો. એ પત્રમાં પણ શ્રીમંત સયાજીરાવને શ્રીજીમહારાજ પ્રત્યે કેવો અપૂર્વ આદર હતો તેનો પરિચય મળે છે. પત્ર આ પ્રમાણે હતોઃ
'સ્વસ્તીશ્રી ગઢપુર માહાશુભ સ્થાને પતીતપાવન કૃપાસીંધુ દીનબંધુ ભક્તવલભવતસલ પ્રતીપાલક સદ્ગુરુ શ્રી સહજાનંદજી માહારાજ પ્રતે, ગામ વડોદરાથી લખાવીતંગ શ્રી સરકાર ગાયકવાડના સાષ્ઠાંગ દંડવત સેવામાં અંગીકાર કરજો. બીજુ _ લખવા કારણ એમ જે તમારો પત્ર નારુપંથ નાના ઉપર આવો (આવ્યો). તે વાંચી સમાચાર જાણા (જાણ્યા). બીજુ _ લક્ષ્મીનારાયણ સંબંધી દાણમાફીનું પત્રક કરાવીને મોકલું છે તે સેવામાં અંગીકાર કરજો. બીજુ _ માહારાજ, હું તમારો છુ _ ને મને તમો મલ્યા છો તેનો તો અભીમાન આપણને છે. ને તમો લખું (લખ્યું) છે જે હમે તો ભગવાનના ભક્ત છીએ ને ભગવાનની ભજ્યાની રીતને જાણીએ છીએ તે વાસતે (માટે) હે માહારાજ, એવા જે તમો તેને શરણે હું છુ _. બીજુ _ ઘણું શું લખીએ. મીતી સં. ૧૮૮૩ના માઘ વદી ૬ મંદવાસરે
શ્રી હાજીપંથ દક્ષણી હરફે'
આવા બીજા પણ પત્રો છે, જેમાં શ્રી ગાયકવાડનો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો આદરભાવ પ્રગટ થાય છે. આવા કંઈક પ્રમાણોના આધારે, પ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસ લેખક જેમ્સ બર્જેસ ઈ.સ. ૧૮૭૨ની ઓરિએન્ટલ રિસર્ચ જર્નલ 'Indian Antiquary'માં નોંધે છે : 'Guikwad Sayajee became a disciple, and also the Raja of Gudhada.''ગાયકવાડ સયાજી અને ગઢડાના રાજા (ભગવાન સ્વામિનારાયણના) શિષ્ય થયા હતા.' આવા કંઈક રાજાઓ એમનાં ચરણ ચૂમતા હતા, પરંતુ એમણે ક્યારેય એનું ગૌરવ લીધું નથી. રાજ વિનાના આ મહારાજ એટલે તો ખરા અર્થમાં રાજાધિરાજ હતા !

No comments:
Post a Comment