Saturday, 27 July 2013

સ્ત્રી હોય કે પુરુષ, જીવનમાં કમ સે કમ જરૂર કરજો આ 8 કામ...............!


શાસ્ત્રો પ્રમાણે પાપ માણસના દુઃખ અને પતનનું કારણ તો પુણ્ય સુખ અને પ્રગતિનું કારણ હોય છે. પરંતુ વ્યાવહારિક રીતે મોટાભાગે એવું જોવા મળે છે કે માણસ સ્વાર્થ, હિત અને પૂર્તિ અને જરૂરિયાતો કે લાભને કારણે પાપ અને પુણ્યને પણ પોતાની મનમાફક પરિભાષિત કરે છે. જીવનની ભાગદોડ પણ પાપ કે પુણ્ય કર્મો ઉપર ઊંડાણથી વિચારવાનો સમય નથી આપતી. આ જ કારણે સુખ કે દુઃખ અને હોની-અનહોનીનો સામનો માણસે કરવો જ પડતો હોય છે.

તેમ છતાં દરેક માણસની અંદર અચ્છાઈ સાથે જોડાવાનો ભાવ ક્યાંકને ક્યાંક તો મોજુદ જ હોય છે. શાસ્ત્રોમાં મન, વચન અને કર્મ સાથે જોડાયેલ અનેક પાપ-પુણ્ય બતાવવામાં આવ્યા છે. જેની ઊંડી જાણકારી દરેક માણસ નથી હોતી. એટલા માટે અહીં બતાવેલ શાસ્ત્રોમાં બતાવેલ કેટલીક એવી વાતો જેને પુણ્ય કર્મમાં માની સુખ અને સફળ જીવન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ વાતો કાળ, સ્થાન અને વ્યક્તિ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે...
જાણો કયા આઠ કામ જીવનમાં જરૂર કરવા જોઈએ.....

લખવામાં આવ્યું છે કે...

प्राणाघातान्निवृति: परधनहणे संयम: सत्यवाक्यं
काले शक्तया प्रदानं युवतिजनकथामूकभाव: परेषाम्।
तृष्णास्त्रोतोविभंगो गुरुषु च विनय: सर्वभूतानुकम्पा
सामान्य: सर्वशास्त्रेष्वनुपहतविधि: श्रेयसामेष पन्था:।।

આ શ્લોકને સરળ શબ્દોમાં સમજીએ તો માનવ માટે 8 વાતોને મન, વચન, વ્યવહારમાં અપનાવવા જોઈએ. આ વાતો છે...

-સત્ય બોલવું

-શક્તિ અને સમય પ્રમાણે દાન કરવું.

-ગુરુની પ્રત્યે સન્માન અને નમ્રતાનો ભાવ. પછી તે ગુણ, ઉંમર કે કોઈપણ રૂપમાં મોટો હોય.

-બધાની પ્રત્યે દયા ભાવ રાખવો.

-મનમાં પેદા થતી ઈચ્છાઓ ઉપર કાબૂ રાખવો.

-પરાયી સ્ત્રી વિશે બોલવા કે સાંભળવાથી બચવું.

-બીજાનું ધન મેળવવા કે પડાવી લેવાની ભાવનાથી દૂર રહેવું.

-પ્રાણીઓ પ્રત્યે અહિંસાનો ભાવ અપનાવવો.

No comments:

Post a Comment