કેમ કરી ભુલાવુ એ પ્યારા દિવસો,
જન્મ આપનાર તમે જ તો છો મને..
મારા પાલનહાર તમે જ તો છો મને..
તમે જ તો છો આત્મવિશ્વાસના પુરક..
કેમ કરી ભુલાવુ એ પ્યારા દિવસો,
વેકેશન માં ગામના સ્ટેશન પર ઉભેલા,,
ખબર મળે ને દિલથી સામે લેવા આવેલા..
હથેળીમા ઉચકીને ઉર સાથે ચાપીને તેડેલો
કેમ કરી ને ભુલાવુ એ પ્યારા દિવસો.
મારા એકેક સાદ માં તમે હાજર હતા..
દરેક વાતમાં તમે મારી સાથે હતા…
શામેલ હતા કટોકટીની એકેક પળે..
કેમ કરી ભુલાવુ એ પ્યારા દિવસો..
દુર રહેલો છતા દિલની પાસે રાખેલો..
હોસ્ટેલમાં પણ યાદ બનીને આવેલો..
એક ભોમીયો બની તમે સ્ન્મુખ ઉભેલા.
કેમ કરી ભુલાવુ એ પ્યારા દિવસો.
જ્યારે યાદ કરુ ને ત્યા સામે હાજર થતા..
દુખ બનુ તો ખમા બનીને હાજર થઇ જાતા
મને મુશિબત ને પાર કરતા શિખવ્યુ..
કેમ કરી ભુલાવુ એ પ્યારા દિવસો
જ્યારે ગુરૂકુળમાં આપ પહેલી વાર આવેલા..
હુ તો ટેવાઈ ગયેલ હોસ્ટેલ માં રહેવાથી..
આપે આપે વરસાવેલ આંસુને કેમ ભુલાવું..
કેમ કરી ભુલાવુ એ પ્યારા દિવસો
કે યાદ કરીએ અમે હરરોજ તમને..
ને માત્ર યાદ જ બને છે હવે તો..
માત્ર છબી બની ને રહી ગયા છો એક દિવાલમાં..
એમ અમે નહી ભુલીએ તમને મમ્મી..
વિકાસના જીવનને એક રેખા આપનાર તમે છો..
વિલાસ ને એક સ્ત્રી જીવન શિખવનાર તમે છો..
ને બિપીન ને એક શૈક્ષણિક તાલીમ આપી તમે..
એક યાદ બની ને રહેશો તમે હંમેશા..
અમે નહી ભુલાવીએ તમને આ દિલથી..
છબી તો માત્ર યાદ અપાવે છે અમને તમારી..
બાકી આ દિલમાં છબી છે જ હંમેશા તમારી..
No comments:
Post a Comment