Friday, 20 September 2013

ઓળખ ગુમાવશો તો બધું જ ગુમાવશો.

” એક ધોબી હતો. એણે નદી કિનારે કપડાં સૂકવ્યા હતાં. એક સાધુ પોતાની મસ્તીમાં ચાલતો હતો તેથી તેનો પગ કપડાં પર પડી ગયો. કપડાં મેલા થઇ ગયાં. ધોબીના ગુસ્સાનો પાર નાં રહ્યો. એણે સાધુને લાફો મારી દીધો અને સાધુને ગાળો બોલવા લાગ્યો. સાધુ પણ ગુસ્સા પર કાબૂ રાખી શક્યા નહીં. એણે પણ ધોબીને ધોબીપછાડ આપી. ધોબીનું શરીર કસાયેલું હતું. એ તો સાધુ પર તૂટી જ પડ્યો. સાધુને અધમૂઓ કરી નાખ્યો. એ રાત્રે સાધુએ પ્રભુને ફરિયાદ કરી કે,

પ્રભુ, હું રોજ તમારી સાધના કરું છું, છતાંય તમે મારી મદદે આવ્યા નહીં?

પ્રભુએ કહ્યું: હું તારી મદદે આવ્યો હતો પણ મને ખ્યાલ ના આવ્યો કે આમાં સાધુ કોણ છે અને ધોબી કો

No comments:

Post a Comment