સચિન તેન્ડુલકર
સચિન તેન્ડુલકર 14થી 18 નવેમ્બર વચ્ચે રમાનારી તેની કરિયરની 200મી ટેસ્ટ રમીને ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દેવાનો છે. ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થનારી સિરીઝની છેલ્લી ટેસ્ટ-મેચ સચિન તેન્ડુલકરની ૨૪ વર્ષની ભવ્ય કારકિર્દીની આખરી ઇન્ટરનેશનલ મેચ બની રહેશે. આ છેલ્લી ટેસ્ટ પછી સચિનને માનભેર વિદાય આપવા માટે તેનું હોમ ગ્રાઉન્ડ એવું મુંબઈ ઉત્સાહથી થનગની રહ્યું છે તો ચાલો આજે જાણીએ સચિનની 10 રોચક વાતો...!
૧. 19 વર્ષની અવસ્થામાં સચિન તેન્ડુલકર કાઉન્ટી ક્રિકેટ રમનારા સૌથી યુવા ખેલાડી બની ગયા.
૨. સચિન તેન્ડુલકર પ્રથમ વાર એક દવા કંપનીના 'પ્લાસ્ટર'ની જાહેરાતમાં જોવા મળ્યા હતા.
૩. સચિનની પ્રથમ 'બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ' હેલ્થ ડ્રિંક 'બૂસ્ટ'ને માટે હતી. 1990માં પહેલીવાર ટીવી પર દેખાયેલ આ જાહેરાતમાં કપિલ દેવ પણ તેમની સાથે હતા.
૪. ભારત વિરુદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરનુ પદાર્પણ કરી રહેલ ઈન્ગલેન્ડના ઝડપી બોલર એલન મુલાલીએ ફરિયાદ કરી હતી કે સચિન તેન્ડુલકર સામાન્યથી વધુ પહોળી બેટથી રમી રહ્યા છે.
૫. સચિન તેન્ડુલકર એ પોતાની રણજી, દિલીપ અને ઈરાની ટ્રોફી મેચમાં સદી લગાવી હતી.
૬. સચિન તેન્ડુલકરે પોતાની પ્રથમ રણજી ટ્રોફી મેચ રવિ શાસ્ત્રીની કપ્તાની હેઠળ રમી હતી.
૭. સચિન તેન્ડુલકર ખૂબ જ હેવી બેટથી રમતા હતા જે લગભગ 1.5 કિલોગ્રામનું હોય છે. આટલી ભારે બેટ ફક્ત દક્ષિણ આફ્રિકાના લાંસ ક્લૂજનર વાપરતા હતા.
૮. ક્રિકેટના મેદાનમાં હંમેશા શાંત દેખાતા સચિન શાળામાં મોટાભાગે પોતાના સાથીમિત્રોને હેરાન કરતા હતા.
૯. 1995માં સચિન તેન્ડુલકર નકલી મૂંછ દાઢી અને ચશ્મા લગાવીને 'રોજા' ફિલ્મ જોવા ગયા હતા. પણ સિનેમા હોલમાં નકલી સામાન નીકળી ગયો અને બધાએ તેમને ઓળખી લીધા.
૧૦. ભારત સરકારની તરફથી સચિન તેન્ડુલકરે રાજીવ ગાંધીને ખેલરત્ન, અર્જુન એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ત્રણેય સન્માન મેળવનારા તેઓ એકમાત્ર ક્રિકેટર છે.
No comments:
Post a Comment