મરઘી ભલેને કાળી હોય, એનાં ઈંડાં તો ધોળાં જ હોય,
મંદિરમાં તો કેટલાય જાય, સાચા ભક્તો તો થોડા જ હોય.
રાધાકૃષ્ણ તો બહુ ઓછા, બાકી તો બધાં કજોડાં જ હોય,
સમય જતાં પીગળી જાય, માણસો બરફના ગોળા જ હોય.
બુદ્ધિશાળી તો માંડ એક બે, મૂર્ખાઓનાં તો ટોળાં જ હોય,
સમયસર આવનારા ભાગ્યે, મોટા ભાગના મોડા જ હોય.
સારું કામ કરનારના રસ્તામાં, દરેક જગ્યાએ રોડા જ હોય,
દીકરાઓ બધી કેરીઓ ખાઈ જાય, માને ભાગે છોડાં જ હોય.
ઉપરછલ્લા સંબંધો બધા, અંદરથી તો મોળા જ હોય,
દરેક માનવીની જિંદગીનાં થોડાક વર્ષો તો કફોડાં જ હોય.
ગ્લાસમાં મદિરા ઓછી ને વધારે તો સોડા જ હોય,
સારી કવિતા બહુ ઓછી, બાકી બધા તો હથોડા જ હોય.

No comments:
Post a Comment