વાહ રે ! આ ફેસ બુક…..!!!
અહીંઆ તો સબંધો ની ભરમાર છે,
કોઇ ભાઇ તો કોઇનો અહી પ્યાર છે,
કોઇ બનાવે છે બેન તો કોઇ દીદી,
પણ અહી તો બધા સૌના યાર છે,
કોઇ કરે ટેગ તો કોઇ કરે ટીપ્પણ,
ન ગમે ત્યારે મન પરનો ભાર છે,
કોઇ કરે કવિતા તો કોઇ કહે ગઝલ,
હુન્નર દેખાડનાર અહી અપરંપાર છે,
કોઇના નામે પોતે લખનાર કમ નથી,
કંઇ કહો તો તેની ભાષા ધારદાર છે,
વાહ રે ! ફેસ બુક ,શું કહુ તુજને હવે,
ઘણા તો અહી આદતથી લાચાર છે.
No comments:
Post a Comment