ઉતરપ્રદેશના એક ગામમાં સાવ સામાન્ય
પરિવારમાં રહેતો ગોવિંદ નામનો એક છોકરો એકવાર
તેના અમિર મિત્ર સાથે રમવા માટે મિત્રના ઘેર ગયો.
મિત્રના પિતાએ ગોવિંદ જેવા સામાન્ય છોકરાને
પોતાના ઘરમાં જોયો અને
એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. "
તારી હિંમત કેવી રીતે થઇ મારા ઘરમાં પગ
મુકવાની ? તું મારા ઘરમાં આવી જ કઇ રીતે શકે ? "
આવા તો કેટલાય પ્રશ્નોની ઝડી વરસી.
શાળામાં ભણતો ગોવિંદ તો ડઘાઇ જ ગયો.
ગોવિંદને એ સમજ નહોતી પડતી કે એનો એવો તે શું
વાંક હતો કે મિત્રના પપ્પા એને ખુબ બોલ્યા. આ વાત
તેણે તેના એક શિક્ષકને કરી ત્યારે શિક્ષકે કહ્યુ
કેબેટા તારી સાથે આવું વર્તન એટલા માટે થયુ કારણ કે
તારા પિતાની આર્થિક અને સામાજિક
સ્થિતી પછાત છે. ગોવિંદના પિતા સાઇકલ
રિક્ષા ચલાવીને પાંચ સભ્યોના પરિવારનું માંડ માંડ
ભરણ પોષણકરતા હતા. ગોવિંદે એના શિક્ષકને પુછ્યુ , "
આ બધા મારો તિરસ્કાર કરવાને બદલે આદર કરે
એવો કોઇ રસ્તો ખરો ?" ત્યારે પેલા શિક્ષકે કહ્યુ, " તું
તારી જાતને કોઇ પ્રતિષ્ઠાવાળી પોસ્ટ પર
પ્રસ્થાપિત કર તો એ તારો આદર કરે." ગોવિંદે ફરી કહ્યુ
કે સર એવી પ્રતિષ્ઠાવાળી પોસ્ટ કઇ ? ત્યારે શિક્ષકે
મજાકમાં કહ્યુ , " બેટા આઇ.એ.એસ. બની જા. દેશની આ
સૌથી ઉંચામાં ઉંચી સરકારી નોકરી છે."
ગોવિંદે તે દિવસે આઇ.એ.એસ. બનવાનો સંકલ્પ કર્યો.
એને ખબર પણ નહોતી કે આઇ.એ.એસ. શું છે? એણે ખુબ મહેનત
કરી. દિવસ રાત જોયા વગર મહેનત કરી. લોકો એને
ગાંડો પણ કહેતા. બધા જ એવું કહેતા કે આઇ.એ.એસ. ન
થઇ શકાય. ગોવિંદે અત્યંત કપરાદિવસો જોયા પણ
પોતાના ધ્યેયથી ચલીત ન થયો. અરે કેટલોક સમય
તો એવો પસાર થયો કે બે
વખતની ચા પિવાના પૈસા પણ ન હોય. વર્ષમાં માત્ર
એક જોડી કપડા મળે. તો પણ હાર્યા વગર મંઝીલ
તરફની ગતિ ચાલુ જ રાખી.
ગોવિંદે યુપીએસસીની પરિક્ષા આપી અરે ઇન્ટરવ્યુ
સુધી પહોંચ્યો પણ ઇન્ટરવ્યુમાં પહેરવા માટે
સારા કપડા પણ નહોતા. પરણીને સાસરે
ગયેલી મોટી બહેને થોડી મદદ કરી અને
એમાથી ઇન્ટરવ્યુમાં પહેરવા માટેના એક
જોડી કપડા અને બુટ લીધા.
અત્યંત ગરિબ પરિવારનો આ છોકરો ગોવિંદ જયસ્વાલ
આજે ઉતરપ્રદેશના કોહિમા જીલ્લામાં કલેકટર છે.
મિત્રો, જીવનમા ધ્યેય નક્કી હશે અને એને પ્રાપ્ત
કરવાની ઝંખના રગે રગમાં વહેતી હશે તો ગોવિંદે જે
કરીને બતાવ્યુ તે આપણે પણ કરી શકીશું.
No comments:
Post a Comment