Thursday, 22 August 2013

ભારત દેશના નાગરિક (વાણંદ, ફૂલવાળો અને પોલીસવાળો) અને રાજકારણીઓ વચ્ચે મૂળભૂત શું તફાવત છે!


એક દિવસ એક ફ્લોરીસ્ટ(ફૂલવાળો) વાણંદ પાસે વાળ કાપવા ગયો. વાળ કાપ્યા બાદ, ફૂલવાળાએ કહ્યું કેટલા થયા?

વાણંદે ઉતર આપ્યો, “આજે હું તમારી પાસેથી પૈસા નહિ સ્વીકારી શકું, કારણકે હું આ અઠવાડિયા દરમિયાન સમાજ સેવા કરી રહ્યો છું.”

ફૂલવાળો આ માણસાઈ અને ભલાઈ જોઈ ખુશ થયો અને વાણંદની દુકાનેથી ચાલતો થયો.

બીજે દિવસે સવારે જયારે વાણંદ દુકાને આવે છે તો આશ્ચર્યવશ જુએ છે કે, દરવાજા પાસે “થેંક યુ” નું કાર્ડ અને ડઝન જેટલા ગુલાબના ફૂલ હોય છે.



એ જ દિવસ એક પોલીસ વાળો વાણંદ પાસે વાળ કાપવા માટે આવે છે. વાળ કાપ્યા બાદ, પોલીસ વાળો પૂછે છે કે કેટલું બીલ થયું ?

વાણંદ ઉતર આપે છે કે, “આજે હું તમારી પાસેથી પૈસા નહિ સ્વીકારી શકું, કારણકે હું આ અઠવાડિયા દરમિયાન સમાજ સેવા કરી રહ્યો છું.”

ફૂલવાળાની જેમ પોલીસવાળો પણ મનોમન ખુશ થયો અને વાણંદની દુકાનેથી ચાલતો થયો.

ફરી, બીજે દિવસે સવારે જયારે વાણંદ દુકાને આવે છે તો આશ્ચર્યવશ જુએ છે કે, દરવાજા પાસે “થેંક યુ” નું કાર્ડ અને ડઝન જેટલા ગુલાબના ફૂલ હોય છે. તે તો એકદમ જ ખુશ થઇ જાય છે!



એ જ દિવસ સફેદ કપડામાં એક રાજકારણી વાણંદ પાસે વાળ કાપવા માટે આવે છે. વાળ કાપ્યા બાદ, તે પૂછે છે કે, કેટલા થયા?

વાણંદ ફરી નમ્રતાથી ઉતર આપે છે કે, “આજે હું તમારી પાસેથી પૈસા નહિ સ્વીકારી શકું, કારણકે હું આ અઠવાડિયા દરમિયાન સમાજ સેવા કરી રહ્યો છું.”

રાજકારણી તો જાણે લોટરી લાગી હોય તેમ મનોમન ખુશ થયો અને વાણંદની દુકાનેથી ચાલતો થયો.

બીજે દિવસે સવારે જયારે વાણંદ દુકાને આવે છે તો જુએ છે કે સફેદ કપડામાં કેટલા બધા લોકોની ફ્રી માં વાળ કપાવા માટે મોટી લાઈન હોય છે.



મોરલ :

૧. આ વાર્તા પરથી એટલું સમજી શકાય કે ભારત દેશના નાગરિક (વાણંદ, ફૂલવાળો અને પોલીસવાળો) અને રાજકારણીઓ વચ્ચે મૂળભૂત શું તફાવત છે!

૨. હમેશા યાદ રાખો, પોલીટીશિયન અને ડાઈપર્સ એક જ કારણ માટે હમેશા બદલવા જરૂરી જ છે.

ગમ્યું હોય તો અચૂક શેર કરજો હો...આપણે પણ ભારતના નાગરિક છીએ...રાજકારણી નહિ


No comments:

Post a Comment