ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ અને તે પ્રેમ પરની છોકરીઓની નાજુક ભાવના
૭ વર્ષની છોકરી :
- પ્રેમ એટલે હું રોજ એના દફતરમાંથી છુપીને ચોકલેટ કાઢી લઉં છું, છતાય એ રોજ દફતરના તેજ ખાનામાં ચોકલેટ રાખે છે.
૧૨ વર્ષની છોકરી :
- પ્રેમ એટલે લેસન કરતી વખતે, પેન્સિલ આપતી વેળા તેને મારા હાથના ટેરવાઓને કરલો સ્પર્શ.
૧૫ વર્ષની છોકરી :
- પ્રેમ એટલે એક દિવસ હંમે બંનેએ મળીને સ્કુલમાં ના જવાનો નિર્ણય લીધો હતો. પણ જયારે પકડાઈ ગયા ત્યારે બધો ગુનો પોતાના માથે લઈને એણે એકલાએ ભોગવેલી સજા.
૧૮ વર્ષની છોકરી :
- પ્રેમ એટલે સ્કુલના સેન્ડ-ઓફ કાર્યક્રમમાં એને જોરથી કરેલી જપી અને ખારા આંસુઓ પીતા પીતા ફરી પાછા મળવાની કરેલી મીઠી અપેક્ષા.
૨૧ વર્ષની છોકરી :
- પ્રેમ એટલે મારી કોલેજની પીકનીક જ્યાં ગઈ હતી એ જગ્યાએ પોતાની કોલેજમાંથી ગુટલી મારીને મને આપેલી સપ્રાઈઝ ભેટ.
૨૬ વર્ષની છોકરી :
- પ્રેમ એટલે ગોઠણ પર બેસીને હાથમાં ગુલાબનું ફૂલ લઈને તેને લગ્ન માટે કરેલો પ્રસ્તાવ.
૩૫ વર્ષની સ્ત્રી :
- પ્રેમ એટલે હું બહુ થાકી ગઈ છું, એ જોઇને તેને પેલી વાર કરેલી રસોઈ.
૫૦ વર્ષની સ્ત્રી :
- પ્રેમ એટલે બીમારીને લીધે બહુ દિવસથી બેડમાં હોવા છતાં, મને હસાવવા માટે કરેલો વિનોદ.
૬૦ વર્ષ ની સ્ત્રી :
- પ્રેમ એટલે તેને છેલ્લો શ્વાસ લેતી વખતે, આવતા જનમમાં ચોક્કસ પાછા મળવાનું દીધેલ વચન.
No comments:
Post a Comment