તુ મને ગમી ગઈ
નેટ મા મુલાકાત થયી.
પછી વાત થઈ.
લાગ્યુ જાણે જીવન ભર ની સંગાથ થઈ.
.....ને તુ મને ગમી ગઈ.
શું હતો તારા શબ્દ નો જાદુ.
કે આ દિલને તુ અસર કરી ગઈ.
ન રહ્યો ચેન, ન રહ્યો કરાર.
.....ને તુ મને ગમી ગઈ.
મન માં હતી તને મળવાની તીવ્ર આતુરતા.
જાણે પાનખરને વસંતના ઓરતા.
પૂછ્યું મળવાનું તને તો,
તું હસી ને વાત ટાળી ગઈ.
......ને તુ મને ગમી ગઈ.
કોયલ જેવો મીઠો ટહુકો તારો.
મારા નામનો સાદ તારો.
શુ મીઠો અવાજ તારો,
તુ મને બેહોશ કરી ગઈ.
.....ને તુ મને ગમી ગઈ.
તને મળવુ જરુરી છે.
હૃદયમાં પ્રેમનું આખું ઝરણું છે.
કાશ, તને મળી અને દીલ માં ઈચ્છાઓ નાં વમળ ઉઠે
અને આ દિલ બોલી ઉઠે
પહેલી નજરમાં - તુ મને ગમી ગઈ
No comments:
Post a Comment