Friday 19 April 2013

એકદમ હૃદયસ્પર્શી છે....! ચુકતા નહિ...!



એક ખેળુતે એના એક ના એક દિકરા ને ભણાવી ગણાવી ને ડોક્ટર બનવ્યો. એક વખત એના દિકરા નો ભાયબંધ એના દિકરાને મળવા એના ઘરે આવ્યો. એના મિત્ર એ તળકા માં કામ કરતા બુઝુગઁ ને જોય ન પુછ્યુ કે આ બાપા તળકા મા કામ કરે છે એ કોણ છે ?

એટલે ડોક્ટર ને કેતા શરમ લાગી ઇ મારા ફાધર છે, એટલે ડોક્ટરે એના મિત્ર ને કીધુ કે તે ખેતરમાં કમ કરવાવાળો માળી છે. આ વાત એનો બાપ સાંભળી ગયો પણ કઈ જ બોલ્યો નહી. થોડીવાર પછી એના મિત્ર ને પેલા બુઝુગઁ પર દયા આવી એટલે એણે એના ડોક્ટર દોસ્ત ને કીધુ કે ભાઈ જો તને વાંધો ના હોય તો તારા માળી ને મારા ઘરે લય જાવ?

એને હુ મારે ત્યા ગાડી ધોવાની ને ઘર ની ચોકીદારી કરવાની ને સારો પગાર આપીશ. આ સાંભળી ડોક્ટર ના પગ નીચે જાણે જમીન ખસી ગઈ અને કાંઈ જ બોલી શક્યો નહી. બે ત્રણ વાર પુછ્યુ પણ ડોક્ટર કંઇ બોલી શક્યો નહી. એટલે એના મિત્રએ એના બાપને બોલાવી પુછ્યુ કે દાદા તમે મારા ભેગા શહેર ચાલો ત્યા હુ તમને સારી નોકરી ને સારો પગાર આપીશ.

આ સાંભળી ડોક્ટરનો બાપ બોલ્યો, "સાહેબ હુ તમારા ભેગો આવુ પણ તમારો મિત્ર રજા આપે તો."

ડોક્ટર ક્યા મોઢે રજા આપે કારણ કે વાડી, ખેતર બંગલા બધુ એના બાપ ના નામે હતુ...!!

No comments:

Post a Comment