Saturday 15 June 2013

"ડ્રાય વેજ મન્ચુરિયન"

સામગ્રી:

3 કપ સમારેલી કોબીજ
1 કપ સમારેલા ગાજર
3 થી 4 ટેબ.સ્પૂન મેંદો
3 થી 4 નંગ લીલા મરચા ઝીણા સમારેલા
1 નાનો કટકો આદુ
2 થી 3 કળી લસણ
1 ટેબ.સ્પૂન કોથમીર
1/4 ટી.સ્પૂન મરી પાવડર
ચપટી આજી નો મોટો
સ્વાદ પ્રમાણે મીઠું
2 નંગ ડુંગળી
(6 થી 7 નંગ લીલી ડુંગળી પાન સાથે)
તળવા માટે તેલ

કોટિંગ માટે:

1 1/2 ટેબ.સ્પૂન તેલ
3 થી 4 નંગ લીલા મરચા
3 થી 4 કળી લસણ
2 ટેબ.સ્પૂન કોર્ન ફ્લોર
2 ટેબ.સ્પૂન સોયા સોસ
ચપટી આજી નો મોટો
પાણી

ગાર્નીશિંગ માટે:

ઝીણી સમારેલી કોથમીર
ઝીણા સમારેલા લીલા લસણ ના પાન

રીત:

-ડ્રાય વેજ.મન્ચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ કોબીજ અને ગાજર ને બારીક સમારી લો.
-લીલા મરચા ને પણ ઝીણા સમારી લો.આદુ અને લસણ ને ક્રશ પણ કરી લો
-કોથમીર ને ઝીણી સમારી લો.ડુંગળી ઝીણી સમારી લો.(લીલી ડુંગળી હોય તો પાન સાથે ઝીણી સમારી લેવી.)
-1/4 કપ પાણી માં સોયા સોસ અને કોર્ન ફ્લોર મિક્સ કરી ગ્રેવી તૈયાર રાખવી.

રીત:

મન્ચુરિયન માટે:

-ડ્રાય વેજ.મન્ચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ ઝીણી સમારેલી કોબીજ,ગાજર,આદુ,મરચા,કોથમીર,લસણ મિક્સ કરવા
-ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાવડર અને આજી નો મોટો નાખી ને તરતજ જેટલો ભળે તેટલો જ મેંદો નાખવો.
-ગરમ તેલ માં નાના નાના મન્ચુરિયન વાળી ને તળી લેવા.

કોટિંગ માટે:

-બીજી એક કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ગેસ ફાસ્ટ જ રાખી ને ડુંગળી અને મરચા સાંતળવા.
-ત્યારબાદ તેમાં ગેસ ફાસ્ટ જ રાખી ને આજો નો મોટો અને લસણ ઉમેરો
-હવે ગેસ ધીમો કરી તેમાં સોયા સોસ ની તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો.ગ્રેવી ઘટ્ટ થવા દો.
-ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલા મન્ચુરિયન બોલ્સ નાખી ૨ મિનીટ માટે ગરમ કરવું.
-તૈયાર ડ્રાય વેજ.મન્ચુરિયન ને ઝીણી સમારેલી કોથમીર અને લીલા લસણ ના ઝીણા સમારેલા પાન વડે ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરવા.

No comments:

Post a Comment