Tuesday, 19 February 2013

ફાવી ગઇ છે





રણની તરસ ક્યારે પુરી થઇ છે,

જુઓ વાદળી પણ થાકી ગઇ છે,


ઉજ્જડ આંખોમાં નહિ અંકૂર ફુટે,

એવો ચહેરો કોઇ વાવી ગઇ છે.


યાદોના થોર મીઠા છાંયડા કરે છે,

રેતાળ શૂન્યતા હવે ફાવી ગઇ છે.


સપનાઓ બધા સિતારા થઇ ગયા,

અંધારી રાતે જ આંખ ખુલી ગઇ છે.


સદૈવ ''આનંદ" પીરસતાં રહ્યાં તો,

હ્રદયમાં ઉદાસી પડી રહી ગઇ છે.

No comments:

Post a Comment