Monday 11 February 2013

ગુજરાતનું આ મંદિર છે વિશ્વમાં માત્ર એક, જ્યાં દાનપેટી જ નથી


મંદિર સાથે સંક્ળાયેલી દંત કથા

વીરપુરના જલારામ બાપાનું મંદિર આખા જગતમાં તથા દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. સાધુવેશે જલારામ બાપાની કસોટી કરનાર ભગવાને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકો છે. કહેવાય છે કે આ ઝોળીમાં જલારામ બાપાએ રોટલાને સીવીને રાખ્યો છે. જેથી ક્યારેય સદાવ્રતમાં તથા ગામ વીરપુરમાં અન્નની ખોટ ઊભી ન થાય અને ઝોળી અને ધોકો હાલ વીરપુરના જલારામ બાપાના મંદિરમાં હજુ પણ હયાત છે. ખરેખર ભગવાન ખરા ભક્તની કસોટી કરે જ. ઇશ્વરે જલારામ બાપાની કસોટી કરી. તેઓ સાધુવેશ ધારણ કરી સદાવ્રત ચાલતું હતું ત્યાં પહોંચ્યા અને વીરબાઇમાની માગણી કરી હતી અને જલારામ બાપાએ તો વીરબાઇમાને પણ દાનમાં આપી દીધા હતા.

મંદિરમાં એક ઘંટી છે તે જ્યાં સુધી આ મંદિરમાં હશે ત્યાં સુધી આ મંદિરમાં અન્નનો તોટો નહીં પડે.મંદિરને આ ભગવાનું વરદાન છે.ખરેખરમાં સૌ પહેલાં આ એક સદાવ્રત હતું જે જલારામ બાપાએ જાતે ખોલ્યું હતું. માત્ર ત્રીસ વર્ષની ઉંમરે અનેક કસોટી વચ્ચે તેમને સદાવ્રત ચલાવ્યું. ગરીબોની આંતરડી તેનાથી ઠરતી. અને આ પ્રથા આજે પણ ચાલું છે ન ફક્ત ગરીબો પણ ત્યાં આવતાં દરેક ભક્તજનોને મંદિર તરફથી જ કોઈપણ પ્રકારના પૈસા ચુકવ્યાં વગર મંદિરમાં બપોરે અને સાંજે જમવાનું પિરસવામાં આવે છે.

વિશ્વનું એક માત્ર મંદિર

વિશ્વનું આ એક માત્ર મંદિર હશે જ્યાં ‘દાનપેટી’ નથી તેમ છતાં રોજના હજારો સાધુ-ભિક્ષુકો તથા યાત્રાળુઓ સદાવ્રતમાં ભોજન કરે છે તો આપણે પણ બાપાના સદાવ્રતનું ભોજન લઇ પાવન જઇએ. એક સમયનું નાનું નગર વીરપુર આજે વિશ્વમાં મોટું તીર્થધામ બની ગયું છે. કહેવાય છે કે આજેય શ્રી જલારામ બાપા વીરપુરમાં વસે છે અને ભક્તોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી દર્શન આપે છે.

કેવી રીતે જશો

રાજકોટથી 50 કી.મી.ના અંતરે રોડ તથા રેલમાર્ગે આવી શકાય છે. સૌરાષ્ટ્રથી ભાડે વ્હીકલ કરીને જઇ શકાય.અમદાવાદથી વિરપુરની એસ ટી બસ દ્વારા પણ જઇ શકાય.

No comments:

Post a Comment