Wednesday 11 November 2015

Diwali with "બચપન કી યાદે

પેલા તો અે લોકો જે પોતના પરિવાર ની સાથે રહીને દીવાળી નથી ઉજવી શકતા અને જેને લીધે હું અને તમે તથા આખો દેશ આજે દીવાળી શાંતિ અને સલામત રીતે ઉજવી રહ્યું છે ...તે સીમા પર રક્ષા કરતા દેશ ના જવાનો ને દિલ થી હજ્જારો સલામ ...
આ તો થય દેશ ની સીમા પર ની વાત .. પરંતુ દેશ ની અંદર રહી સમાજ મા શાંતિ અને વ્યવસ્થા જાળવતું પોલીસખાતું , કોઇપણ દુર્ઘટના માટે હંમેશા તૈયાર રેતું ફાયરબ્રિગેડ ,108 એમ્બ્યુલન્સ અને બધી ઇમર્જન્સી સેવાઓ ...આ બધા મા ફરજ બજાવનારા પણ પોતના પરિવાર સાથે દીવાળી મનાવી નથી શકતા માટે તેમને પણ યાદ કરવા ઘટે ...
હવે દીવાળી ની વાત કરુ તો આજ થી 5-7 વર્ષ પેલા જ્યારે હું નાનો હતો ત્યારે (જોકે હજી છુંજ ) ત્યારે દીવાળી ની મજા જ કઈક ઔર હતી ....ત્યારે તો બસ દીવાળી એટલે નવા કપડા ...અને જે જે નવી વસ્તુ જોતી હોઇ ઇ મલતી ...
દીવાળી ની તૈયારી અને ખરીદી તો 20-25 દી આગાઉ એટલે કે નવરાત્રી શરૂ હોઇ ત્યાર થી જ શરૂ થય જાતિ ... દરજી ને ત્યાં કપડા સીવડાવવા માટે નાખવાના હોઇ ...આ દિવસો મા દરજી લોકો ની ખાસ ડિમાન્ડ ...10 દી નું કીધું હોઇ ને તોય 15 દી પેલા તો કપડા નૉજ સીવી આપે ...અને તોય પોતનો વટ નો કટકો બતાવે ...
દરરોજ સ્કૂલે થી છૂટી દરજી કાકા ની પીન મારવા જવાની ..કાકા અમારા કપડા સિવાય ગયા ??
પછી જયારે કપડા સિવાય જાય ને ઘરે લાવી એટલે કઈક અલગ જ આનંદ આવતો ...બધા ભાઈબંધો ને ઇ કપડા ને જે વસ્તુ નવી લીધી હોઇ ઇ બતાવાની અને બીજા બધા ભાઈબંધો ને ત્યાં પણ તેમના કપડા ને વસ્તુઓ જોવા જવાની ..આ બા ને બધા એ એકબીજા સામે પોત -પોતાની વસ્તુ ના વખાણ કરવાંના અને હોશિયારી ઠોક્વાની ...
દીવાળી મા થોડા દિવસો ની વાર હોઇ ત્યારે ઘર ની સાફસફાઈ કરવાની થતી ..આ દિવસો મા બધા ની મમ્મી ઓ સૌથી વ્યસ્ત રેતી ... અમારું ઘર જૂનું નળીયા વાળુ હતુ ...અને તેમા દર વર્ષે કલર કામ કરવાનું થતું ...એ પણ ઘર ના સભ્યો દ્વારા જ ... ઘર ના પુરુષો સાંજે કામ પર થી આવી અને આ કામ કરતા ...અને સાફ સફાઈ (ધૂ: જારા) મા મદદ પણ કરતા ...
દીવાળી મા મમ્મી ઘરે મોહનથાળ ,મગજ વગેરે મિષ્ટાન ઘરે જાતે બનાવતી ...અને સાથે સિંગ ની ચીક્કી ...તલ ની સાની ,મમરા ના લાડુ ,તલ ના લાડુ ..આ બધું પણ બનતું ..
ઘર મા જે કંઇ વાનગી ઓ બનતી તેની થાળી બ્રાહ્મણ ને આપવા નો અને પછી તેમાંથી વસ્તુ ખાવા નો રિવાજ ...અને ક્યારેક જો મમ્મી બનાવ્યું હોઇ કાંતો કંઇ મીઠાઈ ઘર મા આવી હોઇ અને તે હાથ મા આવ્યુ હોઇ અને ખાતા હોઇ તો મમ્મી ખીજાતી અને કેતી પેલા દાદા નો ભાગ કાઢવાનો ..!!
દીવાળી ના 5 દિવસ ઘર ની બહાર ઓટલા પર મીનીમમ 3 બાય 3 ફૂટ ની રંગોળી થતી ...અને શેરી મા અને આડોશ -પાડોશ મા અઘોષિત રંગોળી કોમ્પિટિશન થતું .... બધીજ દીદી ઓ તેમજ ભાભી ઓ રંગોળી કરવા માટે સવાર મા 4 વાગ્યા મા ઉઠી જતી અને રંગોળી બનાવતી ....રંગોળી બનાવવા મા આજુબાજુ ની ભાભી ઓ તેમજ દીદીઓ એકબીજા ને મદદ પણ કરતી ... ધન તેરસ ના દિવસ થી રંગોળી ની સાઇજ મા વધારો થાતો .... ને અમે બધા બાળકો સવાર મા ઉઠી ને એક પછી એક ઘર ની રંગોળી જોવા નિક્ડી પડતા અને આ રંગોળી કોમ્પિટિશન ના જજ બની રંગોળી ઓ ને નંબર આપતા ...
દીવાળી મા જેટલા ફટાકડા ઘર મા આવ્યા હોઇ તે ઘર ની અંદર જેટલા બાળકો હોઇ તેટલા સરખા ભાગ મા વહેંચાઈ જતા ...
આમ તો દીવાળી ને થોડા દિવસ ની વાર હોઇ ત્યાર થીજ સાણસી કે પત્થર લઇને ચાંદલીયા ફોડતા ...ઓલી ચાઁદલિયા ફોડ્વાની પિસ્તોલ તો નવરાત્રિ વખત થી જ ખરીદી લીધી હોઇ ...અને આતંકવાદી ની જેમ આખા ઘર ને શેરી મા ધાડ ...ધાડ ....ધાડ ....હુમલો કરતા જોકે ત્યારે બંદૂક પાસે રાખી ને પોતાને પોલીસ સમજતા ....
લવિંગયા હાથ મા સડગાવી ને ઊંચે ઉલાળ વાના અને શેરી મા ફેંકવાના ... સુત્લી બોમ્બ જેવી બોમ્બ મા અગરબત્તી અડાડતા હાથ ધ્રૂજે ને બીતા બીતા સડગાવી ને દૂર દૂર ભાગી જવાનું અને બેય કાન મા આંગળી ખોસી દેવાની ....પછી
ધડામ .....!!!
રોકેટ ફોડવા માટે આજુબાજુ ના ઘરો મા કાઁચ ની બોટલ ઉધાર માંગવા જવાની ...(પણ પાછી ક્યારેય નઈ આપવાની )
પછી થોડા મોટા થયા એટલે પોટાશ ફોડ્તા ...
તેના માટે બોવ પૂર્વતૈયારી કરવી પડતી ..પેલા તો લોખંડ ની અળી બનાવવા આપવી પડતી લુહાર ને ત્યાં ...એ પણ બે ત્રણ જણા પાર્ટનર શીપ મા બનાવવી પડતી કારણ કે એ બધું સિક્રેટ મા કરવું પડતુ અને ઘરે થી એની પરમીટ નો હોઇ અને પર્સનલ અળી લઈ શકિયે ..
પછી વારો આવે પોટાશ નો એ પાવડર બજાર માંથી ગોતવાનો ...અે આસાની થી ના મલ્તુ ..તેના માટે તો બોવ લાગવગ ની જરૂર પડતી અને ...ક્યારેક ક્યારેક તો બીજા છોકરા ઓ પાસે થી બ્લેક મા પણ લીધેલું ... આ પોટાશ ના પાવડર ની એલ્યુમીનીયમ ફોઇલ મા ગોળી ઓ બનાવી ને રાખતા અને પછી તેને લોખંડ ની અળી બનાવી હોઇ તેમા મૂકી... ટીપણી રાસ લેતા હોઇ એમ જમીન પર પછાડતા ..એટલે તેમાંથી ...સસ્તો ,સ્વચ્છ ,પ્રદૂષણ મુક્ત ,અને સુત્લી કે 555 એક્ય બોમ્બ ની તોલે નો આવે એવો ધડાકો થતો ...આ ધડાકા વખતે આજુબાજુ 10-12 મીટર ની ત્રિજ્યા મા તો ભૂકંપ લાવી દેતા ...
દીવાળી ની રાતે ઘરે જ લક્ષ્મી પૂજા થતી અને ...દાદી મા બધા પાસે કંઈક બોલાવતા ..જે ત્યારે તો નોતૂ જ હમજાણું અને હજી નથી હમજાણું ....
દીવાળી ના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષ ના દિવસે જે કપડા સીવડાવ્યા હોઇ કે લીધા હોઇ ઇ પેરી ને નિકડતા ...તો એની માને આ સલમાન -શાહરુખ ને તો ખિસ્સા મા રાખું એવાં હીરો વાળી ફિલિંગ આવતી ...નવા નવા કપડા પેરી ને બધા ને સાલ મુબારક કરવા જવાનું ...અને વડીલો ને પગે લાગી નવા વર્ષ ની બક્ષિસ મેળવવા ની .... ત્યારે ખાલી 10-10 ₹ બધા પાસે થી મડતા તો હૈયું હરખાય જાતુ ...
પછી બધા ભાઈબંધો ભેગા થતા અને એકબીજા ને પૂછતા તને કેટલા મલ્યા ..? તને કેટલા મલ્યા ...?
ત્યારે 100-150 ₹ ખિસ્સા મા આવી જતા તો ટેસ મા આવી જતા ...
એમાંય અમારા ‪#‎Jetpur‬ મા દીવાળી નો મેળો હોઇ જે લાભપાંચમ સુધી ચાલે ..બસ પછી શુ ...આ બક્ષિસ મા મલેલા રૂપિયા લઇને દરરોજ મેળા મા જવાનું હો ...
દીવાળી આવે એટલે જલસા ....જલસા ...અને ફુલ્લી મોજ પડી જતી ..
બસ પછી વધારે લખીશ તો કોઈ વાંચશે નઈ આમેય ફ઼ેસબુક પર લોકો ને લાંબુ લખાણ વાંચવાની આદત હોતી નથી ... અને ઘણા તો વાંચ્યા વગર જ like મારતા હોઇ છે ...
પ્રાથના :- હે ખુદા મેરા સબ કુછ લેલો ..બસ મુજે મેરા બચપન વાપસ લૌટા દો ...
અગર વો ના હો શકે તો યે બચપન કી યાદે કભી મે ભૂલ ના જાઉ ...એસી રેહમત કરના ...
આવતા - જતા
જો આ આખા વર્ષ દરમિયાન મારાથી કોઈ નું કંઇ નુકશાન થયુ હોઇ ,કોઈ દુઃખી થયુ હોઇ ..કોઈને કંઇ માઠુ લાગ્યું હોઇ તો ...
.
આવતા વર્ષ માટે પણ તૈયાર રેજૉ ...કારણ કે આવતા વર્ષે કેલેન્ડર બદલાશે હું નઈ .. (***ઉઠાવેલુ )
---હિતેશ નરસિંગાણી