Friday 19 April 2013

સરસ જિંદગી

જે જતું રહ્યું એ આપણું હતું જ નહી , અને જો એ આપણું હોતે તો એ કદી જતે જ નહિ, 

આપણી પાસે નથી એનો વિચાર કરી ને દુ:ખી થઈ ને કઈ મળવાનું નથી, એ વિચારી ને દુખી થાસુ તો આપણે જ ડીપ્રેશન માં જશું, આપણ નેજ પ્રોબ્લેમ થશે, એના કરતા આપણી પાસે જે છે એ આપણી આજ છે, એને તો આનંદ થી માણીએ, હું અમુક વાર એ વાત વિચારી ને દુખી થાવ છું કે એ મારી પાસે કેમ નથી??

પણ મેં આજે મેહસૂસ કર્યું કે મારી પાસે જે છે એવી જિંદગી અમુક પાસે હોતી પણ નથી,
મારા પાપા નો વ્હાલ, મારી મમ્મી નો પ્યાર, ભલે અમુક વખત ક્યારેક મારી પર ગુસ્સે થયા હશે, અને મારા સારા માટે જ ખીજ્વાયા હશે, પણ હું જાણું છું એ મારા માટે સારું જ વિચારતા હશે..
હું ભગવાન નો આભાર માનું છું કે એમણે મને આટલી સરસ જિંદગી આપી છે .

No comments:

Post a Comment