Friday 19 April 2013

|| એવા કેટલાંક તમ્મરી વાક્યો (જેમાં ગધેડાને પણ તાવ આવી શકે...) ||



• “સ્વદેશી અપનાવો, દેશ બચાઓ.”
- (કેટલાંક અશક્ય કામોની મજા કાંઈક અલગ જ હોય છે, ખરું ને?- એની વે, એક દેશી ‘ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું’ લેટેસ્ટ ઉદાહરણ કોણે આપ્યું તું, યાદ છે ને...બેનો ને ભાઈઓ?)

• “ભ્રષ્ટાચાર નાબૂદ કરો.”
- (ભારતનો રાષ્ટ્રીય ગ્રહ ઉદ્યોગ પર આ રીતે પાણી ફેરવાય, કેમ ચાલે?)

• “ગરીબાઈ દૂર કરો.”
- (બચારા ગરીબો જશે ક્યાં પછી?!?!, જપો ને વડીલ)

• “ભારત મારો દેશ છે, બધાં ભારતીયો મારા ભઈ-બૂન છે.” -(અત્યારે તો પાછલાં છ વર્ષમાં સાડા પાંચ કરોડમાંથી સવા છ કરોડની વધેલી વસ્તીનું આ સંપીલું’ ર’હાસ્ય’ શોધવાનું છે, બસ!)

• “ભારત શાંતિ-પ્રિય દેશ છે.”
- (અશાંત માત્ર તેની પ્રજા છે.)

• “આ બનાવને અમો કડકમાં કડક શબ્દોમાં વખોડીએ છીએ.”
–(રે’વા દ્યો પ્રભુ! આવું હલકું કામ તમારાથી નો થાય. જરા આની ઉપરનું જ વાક્ય ફરીવાર વાંચી લ્યો એટલે કાંઈક કામ પણ કરીએ.)

• “હમસે જો ટકરાયેગા, મીટ્ટીમેં મિલ જાયેગા”
– (હવે આવું ‘બોઈલા’ પછી કેટલી કબરુંઓ ખોદાણી એની તો કબર (સોરી, ખબર) નથી.

• “આ વારંવાર થતો ભાવ વધારો અસહ્ય છે.”
– (ઓહફ, થાકી ગયા દોસ્ત...ચાલ મુક આ બધી બબાલ ને કોઈક સારી ૪-સ્ટાર હોટલમાં જઈ ચિકન બિરિયાની અથવા જાપાનીઝ સુશી-ડીશ ખાઈ આવીએ. આ ભવમાં ભાવને રોકનાર આપડે કોણ? )

No comments:

Post a Comment