Sunday 28 April 2013

આત્મનિરીક્ષણ”

આત્મનિરીક્ષણ”

“બહાર જોવું સહેલું છે,
આંખ ઉઘાડો એટલી જ વાર.”
“આત્મનિરીક્ષણ અઘરું છે,
આંખ બંધ કરો એટલે કશું દેખાતું નથી.”
અંદરની દ્ષ્ટિ એ પેલી બહારની દ્ષ્ટિ કરતાં અનેક ગણી કીમતી અને અઘરી પણ છે.

હાથી માટે કહેવાય છે...
જ્યારે કોઈ તળાવે પાણી પીવા જાય,
જોઈ પોતાનું પ્રતિબિંબ અસ્વસ્થ બની જાય.
કદાવર કાયા, ઝીણી આંખ,બહોળા કાન ને લાંબુ નાક !
સૂંઢ વડે પાણી હલાવે, પ્રતિબિંબ દેખાતું બંધ થાય,
પછી નિરાંતે પાણી પીવે, સાંચુ મોં જોવાનું ચુકી જાય.

માણસનું પણ એવું જ છે...
જ્યારે કોઈ તળાવે પાણી પીવા જાય,
જોઈ પોતાનું પ્રતિબિંબ અસ્વસ્થ બની જાય.
સુંદર ચહેરો, કંચન કાયા, વિકાર સ્વરૂપ ને સ્વાર્થી માયા !
પાણી હલાવે, બુમરાણ મચાવે, પ્રતિબિંબ તો ડહોળાઈ જાય,
પછી લહેરથી પાણી પીવે, સાંચુ મોં જોવાનું ચુકી જાય.

No comments:

Post a Comment