Saturday 27 July 2013

ભારતની જૂની સજા-પ્રણાલી (Indian Punishment) પાછળનું બુદ્ધિગમ્ય કારણ :

યાદ, છે ને ?
બાળપણમાં જયારે શાળામાં આપણે ભણતા ત્યારે (વર્ષો પેલા) શિક્ષક, ફોટોમાં બતાવ્યા પ્રમાણે સજા આપતા ? જેને આપણે ‘ઉઠક બેઠકની સજા’ કેહતા.
ક્યારેય વિચાર્યું કે અહી ભારતમાં જ આવીરીતે વિદ્યાર્થીઓને શા માટે સજા કરવામાં આવતી ?હું દવા સાથે કહી શકું કે અત્યારે પણ જો કોઈ શિક્ષક આવીરીતે સજા કરતો હશે તો તેને પણ તેની પાછળનું બુદ્ધિગમ્ય કારણ નહિ જ ખબર હોય!
તમે નહિ માનો પણ, આ પ્રકારની સજાની પદ્ધતિ આજકાલની નહિ પરંતુ ગુરુકુળ સમયથી ચાલી આવે છે. આ સજા મુખ્ય રીતે ને નબળા વિદ્યાર્થીઓ હોય તેમના માટે જ કરવામાં આવતી. આની પાછળનું લોજીક જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે આપણા ગુરુઓ (શિક્ષણસંસ્થા) કેટલા હોશિયાર હતા!
શા માટે ઉઠક બેઠક જ ? બે કાન ઉંધા હાથેથી જ કેમ પકડવાના ?
આ પ્રકારની સજા પાછળનું સાયન્ટીફીક કારણ એટલું જ છે કે ૧) સજાનો હેતુ નબળા વિદ્યાર્થીને સબળો, બુદ્ધિશાળી બનાવવા માટે હતી. ૨) જયારે આ પોઝમાં સજા કરવામાં આવે ત્યારે લોહીનું દબાણ વધતું અને તે મગજમાં રહેલા મેમરી સેલને જાગૃત કરતુ અને મગજની ડાબી અને જમણી બાજુને સિંક્રોનાઈઝ કરતુ. પરિણામ એ આવતું કે નબળા વિદ્યાર્થીની બુદ્ધિશક્તિ અને યાદશકતી ઓટોમેટીક વધતી સાથે સાથે વર્તનમાં પણ બદલ આવતો. જે લોકો યોગા કરતા હશે તેમને આ વાત એકદમ જ ગળે ઉતરી જશે.
દુખની વાતએ છે કે આજે આપણે આ ભૂલી ગયા છીએ અને વેસ્ટર્ન કન્ટ્રીમાં આ ખુબ જ પ્રચલિત છે.

No comments:

Post a Comment