Friday 25 April 2014

શુભ અને અશુભ...

21મી સદીમાં પણ હજુ લોકો શકુન-અપશુકનમાં માનતા હોય છે. ઘરમાં પણ શકુન અને અપશુકનના વિવિધ સંકેતો મળતા હોય છે અને તેથી ઘરના વડીલો પણ જ્યારે આવા કોઈ સંકેતો મળે ત્યારે તેને શુભ-અશુભ માનીને કોઈ સારુ કામ કરવાની કે ના કરવાની સલાહ આપતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રમાણેના ગૃહસ્થ જીવનમાં રોજીંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ પણ શકુન-અપશુકન સાથે જોડાયેલી હોય છે, જે જીવનમાં બહુ મહત્વ પૂર્ણ વળાંક લાવી શકતા હોય છે. તો આવો જાણીએ ઘરમાં ક્યાં સંકેતોને માનવામાં આવે છે શુભ અને અશુભ...

  • સવારમાં દુધને દેખવુ અને દુધનું ઉભરાવવુ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શંતિ, વૈભવ અને ઉન્નતિ આવે છે. એમ જ દૂધનું ઢોળાઈ જવુ અપશુકન માનવામાં આવે છે તેનાથી ઘરમાં ર્દુઘટના થવાનો સંકેત રહે છે. દુધને જાણી જોઈને છલકાવાને અપશુકન માનવમાં આવે છે, તેનાથી ઘરમાં ઝગડા થઈ શકે છે.
  • દર્પણનું હાથમાંથી છૂટી જઈને ફૂટી જવાને અપશુકન માનવામાં આવે છે. એક વર્ષ સુધી બાળકને દર્પણ બતાવવુ અશુભ માનવામાં આવે છે. કોઈ નવવધુ શ્રૃગાંર સાથે તૂટેલા કાચમાં જુએ તો તેને અપશુકન માનવામાં આવે છે
  • લોટ અને ઘરની ગૃહિણીનો બહુ ખાસ સંબંધ બોય છે. લોટ આધારિત ધણા શુકન-અપશુકન જોડાયેલા છે. લોટ બાંધતી વખતે થોડો લોટ છલકાઈને બહાર વેરાઈ જાય તો ઘરમાં કોઈ મહેમાન આવશે તેવુ માનવામાં આવે છે.
  • આજના યુગમાં પૈસાને ભગવાન માનવામાં આવે છે. ખીસાને ખાલી રાખવાને અપશુકન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તમે પહેરેલા કપડામાં જેટલા પણ ખીસ્સા હોય તેમાં થોડા થોડા પૈસા રાખવા જોઈએ. કોઈ પણ દિવસ પર્સ ખાલી ના રાખવા જોઈએ.
  • ચપ્પુ એવી વસ્તુ છે જેના વગર કોઈ પણ ઘરમાં કામ ચાલી શકતુ નતી તેથી તેના સાથે પણ ઘણા શકુન-અપશુકન જોડાયેલા છે. ડાઈનીંગ ટેબલ પર ચપ્પુ અને કાંટાને ક્રોસમાં રાખવાને અપશકુન માનવામાં આવે છે. તેના કારણે ઘરના સભ્યો વચ્ચે ઝગડો થવાની શક્યતા રહે છે. ટેબલ પરથી ચપ્પાનું નીચે પડવુ પણ અપશુકન માનવામાં આવે છે.
  • ઝાડુને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે કેમકે તે દરેક દ્રરીતા બહાર કાઢે છે. દિવાળીમાં નવુ ઝાડુ ખરીદવુ અપશુકન માનવામાં આવે છે. તે ઉપરાંત નવા ઘરમાં પ્રવેશ પહેલા ઝાડુને લાવવામાંને પણ અપશુકન કહેવામાં આવે છે. ઝાડુની ઉપર પગ પણ ના રાખવો જોઈએ, તેના કારણે વ્યક્તિ ઘરે આવેલી લક્ષ્મીને ઠુકરાવી રહ્યો છે તેવુ માનવામાં આવે છે.
  • સવારમાં ભરેલી ડોલ જોવા મળે તો તેને શુકન માનવામાં આવે છે જ્યારે ખાલી ડોલ જોવા મળે તો તેને અપશુકન કહે છે. તેથી રાત્રીના સમયે ખાલી ડોલને ઉંધી વાળીને મુકવી જોઈએ જ્યારે ઓછામાં ઓછી એક ડોલ ભરીને રાખવી જોઈએ જેથી વ્યક્તિ સવારે ઉઠીને તેને જોઈ શકે.
  • ઘરમાં લોંખડનું હોવુ શુભ માનવામાં આવે છે. લોંખડ ઘરમાં નવી ઉર્જા અને શક્તિ લાવે છે. પરંતુ કાટ ચડેલુ સોનુ અપશુકન માનવામાં આવે છે. પરિણામે ઘરમાં લોખંડની વસ્તુઓ ચોખ્ખી કરીને રાખવી જોઈએ.
  • ઘરમાં હેર પીન બહુ સામાન્ય વસ્તુ છે પરંતુ તેની સાથે ઘણા આશ્ચર્ય જોડાયેલા છે. કોઈ વ્યક્તિને રસ્તામાં કોઈ પીન મળી જાય તો સમજવુ કે તેને જીવનમાં કોઈ નવો મિત્ર મળવાનો છે અને જો કોઈ હેરપીન ખોવાઈ જાય તો સમજવુ કે તેનુ કોઈ દુશ્મન ઊભુ થવાનુ છે. હેર પીનને ઘરમાં ક્યાંક લટકાવી દેવામાં આવે તો તેને સારા ભાગ્યનો સંકેત માનવામાં આવે છે.
  • કાળા વસ્ત્રોને ખૂબ અશુભ માનવામાં આવે છે. બહારજતી વખતે કોઈ કાળા વસ્ત્રો પહેરેલી વ્યક્તિ સામે મળી જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. જો કોઈ આવી વ્યક્તિ સામે મળે તો બહાર જવાનું થોડા સમય માટે ટાળી દેવુ જોઈએ.
  • ચાવીઓનો ઝુમકો સંપૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. જો કોઈ ગૃહિણી પાસે એવી ચાવીનો ઝુમકો હોય કે જેને વારંવાર સાફ કરવામાં આવે અને છતા તેના પર કાટ લાગી જાય તો તેને શુકન માનવામાં આવે છે. આનો એવો અર્થ કાઢી શકાય છે કે સંબંધી કોઈ વ્યક્તિ તેમની મિલકતમાંથી તમને થોડો ભાગ આપવા માગે છે. ચાવીના ઝુમકાને બાળકોના તકીયા નીચે રાખવુ પણ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી ખરાબ સ્વપ્ન

No comments:

Post a Comment