Friday 11 July 2014

મા લક્ષ્મી

મા લક્ષ્મી અને શ્રી ગણેશજીનુ પુજન ધાર્મિક, આધ્યાત્મિક, તાંત્રિક અને ભૌતિક દરેક દ્રષ્ટીથી પ્રભાવશાળી માનવામાં આવે છે. મા લક્ષ્મી તેમના ભક્તો પર પ્રશ્ન થઈને તેમની ધન સંપત્તિમાં વધારો કરતી હોય છે. ધન સંપત્તી મેળવવામાં કોઈ વિધ્ન ના આવે તે માટે રિદ્ધી-સિદ્ધીના દાતા શ્ર ગણેશજીની પણ પુજા કરવામાં આવે છે. મા લક્ષ્મી અને શ્રી ગણેશનુ પુજન સાથે કરતી વખતે હંમેશા તે ધ્યાનમાં રાખવુ જોઈએ કે ગણેશજીને હંમેશા મા લક્ષ્મીનીજમણી બાજુ સ્થાપિત કરવા જોઈએ ત્યારે જ તે પુજા સફળ થાય છે અને તેનુ ફળ પ્રાપ્ત થાય છે.

ધન પ્રાપ્તિના ઘણા નુસખા અપનાવવામાં આવતા હોય છે જે મા લક્ષ્મીને પ્રિય હોય છે. ઘણા ટોટકા તીજોરીમાં પણ રાખવામાં આવતા હોય છે જેનાથી ધનસંપત્તિમાં વધારો થાય. આજે અમે તમને એવા જ એક ટોટકા વિશે જણાવી રહ્યા છીએ. તિજોરીમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે તે માટે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે રોજ શ્રી ગણેશજીની વિધિવત પૂજા કરવી જોઈએ અને સારા મુહુર્તમાં રોજ શ્રી ગણેશના પ્રતિક રૂપ એક રૂપિયો ખર્ચીને એક સોપારી લઈ લેવી જોઈએ અને શ્રી ગણેશજીની પુજા સાથે આ સોપારીની પણ પુજા કરીને તેને તુરંત તીજોરીમાં મુકી દેવી જોઈએ.

પૂજા કરવામાં આવેલી સોપારીમાં સાક્ષાત ગણેશજીનો વાસ રહેતો હોય છે. આમ સોપારીને તીજોરીમાં રાખવાથી સકારાત્મક ઉર્જા ઊભી થાય છે અને નકારાત્મક શક્તિઓ તેની જાતે જ દૂર થાય છે. આમ, માત્ર રૂ. 1નો ખર્ચ કરીને તમારી તીજોરીમાં કાયમ લક્ષ્મીજીનો વાસ રહી શકે છે તે ઉપરાંત જો તીજોરીમાં મા લક્ષ્મીની પણ પ્રતિમા રાખવામાં આવી હોય તો વધારે લાભ થાય છે.

No comments:

Post a Comment