Sunday 29 June 2014

હકારાત્મક વલણ કરતાં નકારાત્મક વલણ ધરાવતા લોકો જોબમાં હોય છે વધુ કાર્યકુશળ

જે વ્યક્તિ નફરત કે તિરસ્કાર કરતી હોય છે તેને બધાં નફરત કરતાં હોય છે, એવાં પણ લોકો હોય છે કે જેઓ સૂર્યને ધિક્કારતાં હોય છે, કારણ કે તે વધુ ગરમ છે અને લહેરોનો તિરસ્કાર કરતાં હોય છે, કારણ કે તે વધુ પડતી ઠંડી હોય છે, આવાં બધાને ધિક્કારતાં અને મિજાજી-તોછડાં ધમંડી લોકોની જોબમાં સૌથી સારી કામગીરી હોય છે, કારણ કે તેઓ બીજી બધી પ્રવૃત્તિઓ પર ઓછો સમય ગાળતાં હોય છે, આમ પોઝિટિવ કરતાં નેગેટિવ લોકો 'જોબ'માં વધુ કાર્યક્ષમ હોય છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન સંશોધન અનુસાર આ લોકોને અમુક ચોક્કસ કાર્યમાં પોતાનાં કૌશલ્યને વધુ ધારદાર બનાવવાની તક મળે છે. યુનિર્વિસટી ઓફ ઇલ્લિનોઇસ અને યુનિર્વસિટી ઓફ પેન્સિલ્વેનિયા ખાતેના સંશોધકોને જણાવ્યું હતું કે જે લોકો હકારાત્મક વલણ ધરાવે છે તે લોકો વધુ પ્રવૃત્તિઓ સાથે પોતાને સાંકળતાં હોય છે.

વધુમાં જ્યારે જે લોકો બીજાને ધિક્કારતાં હોય છે તેઓ બીજી બધી બાબતોમાં ઓછો રસ લેતાં હોય છે. આ અંગે બે અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં ભાગ લેનારાઓએ એક સપ્તાહના સમયગાળામાં પોતાની તમામ પ્રવૃત્તિનું રિપોટિંર્ંગ કર્યું હતું અને પોતાર્નાં વલણનું મૂલ્યાંકન કર્યું હતું.

નોંધનીય છે કે 'હેટર્સ' અને 'લાઇકર્સ' દ્વારા સપ્તાહભર પ્રવૃત્તિઓ કરવામાં તેમણે કેટલો સમય પસાર કર્યો તેમાં કોઈ મોટો તફાવત ન હતો, તેમણે કરેલી પ્રવૃત્તિની સંખ્યામાં તફાવત હતો. 'હેટર્સ' એટલે 'નેગેટિવ' વલણ ધરાવતાં લોકો ઓછાં સક્રિય રહ્યાં હતાં, કારણ કે તેઓ હકારાત્મક વલણ સાથે ઓછી બાબતો કે પ્રવૃત્તિ કરતાં હતાં પરંતુ તેઓ જે કોઈ પ્રવૃત્તિ કરતાં હતાં તેમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરતાં હતાં, તેઓ ઓછાં કાર્યો પાછળ વધુ સમય આપતાં હતાં.

કોઈ પણ 'જોબ' માટે યોગ્ય લાયકાત-કૌશલ્ય હોવું એ મહત્ત્વપૂર્ણ બાબત છે, પરંતુ યોગ્ય વ્યક્તિત્વ લક્ષણો ધરાવતાં તેનાથી પણ વધુ જરૃરી છે.
ડિજિટલ એજ્યુકેશન કંપની હાઈપર આયરલેન્ડ દ્વારા તાજેતરમાં કમ્યુનિકેશન અને ટેક્નિકલ ફિલ્ડના 500 જેટલા બિઝનેસ લીડર્સ પર હાથ ધરાયેલા સરવેમાં 78 ટકા લોકોએ કર્મચારીમાં સૌથી વધુ ઇચ્છનીય ગુણવત્તા તરીકે 'વ્યક્તિત્વ'(પર્સનાલિટી)ને ટાંકયું હતું અને આ કેટેગરીમાં સૌથી ટોચના વલણોમાં 'ક્રિએટિવ' અને 'ઓપન-માઇન્ડેડ' હતાં.

No comments:

Post a Comment