Monday 29 June 2015

Gagnez 5 à Internet à la maison, assis,.......ઇન્ટરનેટથી ઘેર બેઠા આ ૫ રીતે કમાઓ,

. વર્ચુઅલ કોલ સેન્ટર એજન્ટ
આપ ઘેર બેઠા કોલ સેન્ટર એજન્ટની રીતે કામ કરી શકો છો.http://www.liveops.com/ આપને આ સુવિધા પૂરી પાડે છે. આ સાઇટ પર જઇને આપ કંપનીના એજન્ટ બની શકો છો. કંપનીના એજન્ટ બન્યા બાદ આપને ઓનલાઇન ઉત્પાદનોને વેચવાનું છે. તેનો રિવ્યૂ કરવાનો છે અને ફીડ બેક કંપનીને આપવાનો હોય છે.
શું કરવું પડશે
-આના માટે ઘેર પર એક ફોન, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની જરૂરીયાત છે.
-અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. જેથી આપ ગ્રાહકો સાથે સીધો કોલ કરીને ઉત્પાદન વેચી શકો.
-જો આપની અંગ્રેજી સારી નથી તો પણ આપ તેની સાથે જોડાઇ શકો છો. કારણ કે કોલ લાગવાની સાથે જ કંપની આપને બતાવશે કે આપે શું બોલવાનું છે. એટલે કે કોલ શરૂ થતાની સાથે જ તમારે જે બોલવાનું છે તે સ્ક્રીન પર લખીને આવશે.
-આ વેબસાઇટ દ્ધારા આપ એક કલાકમાં ૭ થી ૧૫ ડોલર સુધીની કમાણી કરી શકો છો.

. સ્વાગબક્સ ડોટકોમ (http://www.swagbucks.com)
સ્વાગબક્સ ડોટકોમ એક જાણીતી વેબસાઇટ છે. જેની પર ફ્રીમાં રજિસ્ટર કરીને આપ કમાણી શરૂ કરી શકો છો. પોતાના ફેસબુક દ્ધારા પણ તેની સાથે જોડાઇ શકાય છે. આ સાઇટ પર ફકત તમારે કેટલોક સમય વિતાવવાનો છે. અને શોપિંગથી લઇને સર્ચિંગ, પ્લે, સવાલ-જવાબ અને પ્રોડકટની જાણકારી પ્રાપ્ત કરવાની છે. જેના બદલે વેબસાઇટ આપને કેટલાક પોઇન્ટ્સ આપશે. આ પોઇન્ટ્સને આપ શોપિંગમાં વાપરી શકો છો. કે પછી તેને રોકડમાં પણ બદલી શકો છો. જો કે, તેમાં આપને નાણાં થોડા ઓછા જ મળશે. પરંતુ, આપના ઉપયોગની ચીજો તે પોઇન્ટ્સથી ખરીદી શકો છો.
. વર્ક ફ્રોમ હોમ
ઘેર બેઠા કંપનીઓ માટે કામ કરવા માટે ઓપ્શન મોજુદ છે. તમામ મોટી કંપનીઓ વર્ક ફ્રોમ હોમની સુવિધા આપે છે. જેમાં ટ્રાન્સલેશન વર્કથી લઇને રિવ્યૂનું કામ કરવામાં આવે છે. www.odesk.com અનેwww.elance.comજેવી સાઇટ ઓનલાઇન કમાણીના મામલે દુનિયા ભરમાં પ્રખ્યાત છે. આ બન્ને સાઇટમાં સૌથી પહેલા આપને ટેસ્ટ આપીને પોતાને સાઇટ માટે યુઝફૂલ સાબિત કરવાનું હોય છે. એક વાર રજિસ્ટર થયા બાદ સાઇટ અલગ-અલગ કામ માટે મેમ્બર્સને કોન્ટ્રાકટ અને ફ્રીલાન્સરના રૂપે હાયર કરે છે. કામ પૂર્ણ થયા બાદ પ્રતિ કલાક અન્ય રીતે નાણાં આપે છે. દુનિયાભરમાં ઘણી વેબસાઇટ આમ કરે છે.
. સેલ્ફ પબ્લિશ બુક
જો આપને લખવાનું ગમે છે, તો ઘણી સાઇટ નાણાં આપીને ઓનલાઇન બુક લખવાથી માંડીને તેની રોયલ્ટીથી કમાણી કરવાની તક આપે છે. આ જ સાઇટ્સમાંની એક છે અમેઝોન. અમેઝોન કિંડલ ડાયરેકટ પબ્લિશિંગના નામે આ ફિચર ચલાવે છે. જેમાં કોઇ પણ ઓનલાઇન બુક લખીને તેને કિંડલ બુકસ્ટોર પર નાંખી શકે છે. જેનું વેચાણ લેખકને ૭૦ ટકા સુધી રોયલ્ટી આપે છે. સાઇટ અને સેલ્ફ પબ્લિશ બુકની અધિક જાણકારી માટે https://kdp.amazon.com/પર ક્લિક કરો. જેની પર આપ આપનું એકાઉન્ટ પણ બનાવીને રેગ્યુલર મેમ્બર બનાવી શકાય છે.
પેડ રિવ્યૂ
સોફટવેર કે અન્ય ઉત્પાદનો માટે રિવ્યૂ લખવો. જો લેખનમાં આપની ક્ષમતા જબજસ્ત છે તો તેના દ્ધારા આપ કમાણી કરી શકો છો. આ ઉપરાંત, ઇન્ફોલિંક પણ એક માધ્યમ છે. જેના માટે ઘણી વેબસાઇટ પેડ રિવ્યૂ જેવું કામ આપને આપે છે. જેમાં વિન્ડેલ રિસર્ચ (Vindale Research) અને એક્સપોટીવી ડોટ કોમ (ExpoTv.com) મુખ્ય વેબસાઇટ્સ છે જે આના માટે સારાએવા નાણાં આપે છે.