Saturday 26 September 2015

શું મારી ખબર છે, ?




અગર કોઇ પૂછે શું મારી ખબર છે,
કહી દેજો તબિયત સુધારા ઉપર છે.


કોઇ હોય મારુ તો દુનિયા છે આખી ,

ધરા છે,ગગન છે,પછી શી ફિકર છે ?


અહી આંખ મીંચી હું સૂતો છું રસ્તે,
જરા પી ગયો છું ને એની અસર છે.



વધારો નહી દિલ્લગી મારી સાથે,
છું કાચા હ્રદયનો મને એ જ ડર છે.



નથી હું દુઃખી કોઇ વાતે જ 'પરશુ'
છે હમદર્દ મારા તો મારી કદર છે. 


<> પરશુરામ ચૌહાણ