Monday 12 October 2015

હોઇ જે પ્રેમ શું છે

અત્યારે દુનિયા માં કોઈ એવો માણસ નઈ હોઇ જે પ્રેમ શું છે તેનાંથી અજાણ હોઇ ..અને દુનિયા અત્યારે માં કોઈ એવો માણસ નઈ હોઇ જે 100% પ્રેમ ને જાણતો હોઇ ...
.
એક વાક્ય બોવ સાંભળવા મલ્યુ હશે ..કે 'દરેક વ્યક્તિ એક વાર તૉ પ્રેમ માં પડે જ છે '..
પણ હું કહું છુ એક વાર નઈ અનેક વાર પડે છે ..અને જીવે ત્યાં સુધી નવા નવા પ્રેમ માં પડ્યે રાખે છે ..

-હા પ્રેમ થાય છે દરેક વ્યક્તિ ને પેલો પ્રેમ તેની મા સાથે થાય ...જ્યારે તેને કંઇ સમજણ ના પડતી હોઇ ...અરે બોલતા -ચાલતા પણ ના શીખ્યું હોઇ ત્યારે તે પ્રેમ માં પડે છે ..
લોકો કહે છે ને કે પ્રેમ માં પડેલા ને તેના પ્રેમી અને તેની વાતો સિવાય કંઇ દેખાતું કે સાંભળવામાં નથી આવતું તૉ હું કહું છુ કે એટલા નાના બાળક ને તેની માં સિવાય કોઈ સમજાવી શકે છે ?અને તે મા જેટલું તેના બાળક ને કોઈ સમજી શકે છે ?

-બીજો પ્રેમ થાય છે પિતા સાથે ..નાનપણ થી આંગળી પકડી ચાલતા શીખવાડે છે .તેનું નામ આપે છે ..દુનિયા મા આપણી ઓળખ કરાવે છૅ ..

-પ્રેમ હોઇ છે તે પરિવાર સાથે જે દરેક વખતે એકબીજા વિષે વિચારે છે ..તમારા વિષે વિચારે છે ..

-હા પ્રેમ હોઇ છે અે મિત્રો સાથે ..જે દરેક વખતે સારા કે ખરાબ પ્રસંગે પાસે ઊભા રહે છે ..

-પ્રેમ થાય છે અે ઈશ્વર સાથે જેને જોયા વગર આપણે તેની સાથે વાતો કરીયે છીએ ...તે ક્યાં છે !..કેવો છે !..છે કે નહી! ..છતા પણ તેના પર આપણે પૂરો વિશ્વાસ મૂકીએ છીએ .
આ બધા તૉ કોમન પ્રેમ થયા .....પછી ઘણા ના સ્પેશલ પ્રેમ હોઇ ...
કોઈ ને પ્રેમ હોઇ છે તે કુદરત સાથે તે પ્રક્રુતિસાથે ...તેને જોઈ ને તેનો આનંદ લેવા મા જ તે ખોવાઈ જાય છૅ .
તો મારા જેવા કોઈ ને પ્રેમ હોઇ છે ..પુસ્તકો પ્રત્યે ,સાહિત્ય પ્રત્યે ..વાંચવા લીધુ એટલે પુરુ કરીને જ રેવુ ,

બીજ્નેસમેન ને તેના બીજ્નેસ સાથે પ્રેમ હોઇ છે .,
વૈજ્ઞાનિક ને તેના પ્રયોગ સાથે ..
હા પ્રેમ હોઇ છે બધા ને પોતાની ગમતી વસ્તુ સાથે ...પછી તે ગમે તે હોઇ શકે ....તે પ્રેમ જ છે .
શું આપણે અત્યારે જે પ્રેમ વિષે વિચારી છી..આપણે કરીયે છીએ એમા પ્રેમ જેવું કંઇ હોઇ છે ખરું ??
હા હોતું હશે ...પણ તેમા પ્રેમ ની સાથે ..એક શબ્દ હશે હશે ને હશે જ(અપવાદ બાદ કરતા ) પ્રેમ એટલે વ્હેમ ..
પણ ઉપર લખ્યા એ પ્રેમ માં આ શબ્દ ક્યારેય નથી આવતો ...તેમા only પ્રેમ એટલે પ્રેમ જ હોઇ છે ..

જો જીવન એ કુદરત ની મળેલ ગિફ્ટ છૅ તૉ પ્રેમ એ ગિફ્ટ પર નું સોનેરી પેકીંગ છે ..ભાઈ
અને ભગવાને બધા ને આ સોનેરી પેકીંગ માં પેક કરી ને જ મોકલ્યા છે .
પ્રાથના:- પ્રેમ એટલે વ્હેમ નહી પણ પ્રેમ એટલે પ્રેમ જ રયે ...
.
આવતા - જતા
પ્રાથના એ આત્મા નો ખોરાક છે .-ગાઁધીજી
.
પ્રેમ એ દિલ નો ખોરાક છે ...પ્રેમ એ મન નો ખોરાક છે .-હિતેશ
-------હિતેશ નરસિંગાણી