Wednesday 30 January 2013

સમજવા જેવી વાત

એહી બાણ ચૌહાણ, રામરાવણ ઉથાપ્યો; 
એહી બાણ ચૌહાણ, કર્ણશિર અર્જુન કાપ્યો. 
સોબાણ આજ તૌ કર ચઢ્યો, ચંદબિરદ સચ્યો કવે; 
ચૌહાણરાજ સાંભળ ધણી, મતચૂકે મોટે તવે.
ચારબાંસ, ચોવીસ ગજ, અંગુલઅષ્ટ પ્રમાણ;
એતે પર સુલતાન હૈ, મતચૂકે ચૌહાણ.

દિલ્હી સામ્રાજ્યના
હિંદુરાજા પૃથ્વીરાજ
ચૌહાણ પાણીપતના યુદ્ધમાં
શાહબુદ્દીન ઘોરીના હાથે પરાજીત
થતા તેને અંધ કરી પોતાની રાજધાની
ગઝનીમાં કેદ કર્યો હતો. પોતાના બાળમિત્ર
પૃથ્વીરાજ ચૌહાણને ગજની મળવા ગયેલા કવિ
ચંદ બરદાઇએ સુલતાન શાહબુદ્દીન ઘોરી સમક્ષ તેની
શબ્દવેધી બાણવિદ્યાના વખાણ કરતા સુલતાને પરિક્ષા
લેવાનું નક્કી કર્યુ હતું.
સુલતાન શાહબુદ્દીન ઘોરી
ઉંચા સલામત આસને બેસી
પોતાના દરબારમાં જંજીરોથી
બાંઘેલા પૃથ્વીરાજ ચૌહાણને હાથમાં
ધનુષ્ય-બાણ આપી કવિ ચંદ બરદાઇને
ઇશારો કર્યો હતો. કવિ ચંદ બરદાઇએ પૃથ્વીરાજને
ઉદ્દેશી સુલતાન કયાં બેઠો છે ? તેનું ઉપર દર્શાવ્યા વગર
વર્ણન કરી નિશાન સાધવાનું કહેતા અંધ રાજાએ તીર મારતા
સુલતાનની છાતી વિંધી નાંખી કેદી તરીકે મરવા કરતાં પરસ્પર
તલવારના ઝાટકે મૃત્યુ વહાલુ કર્યુ હતું.

No comments:

Post a Comment