Wednesday 13 February 2013

મિત્રો સ્પેશ્યિલ 26 આજે જોઇને આવ્યો


મિત્રો સ્પેશ્યિલ 26 આજે જોઇને આવ્યો ...બહુ ધમાકેદાર મુવી છે .......

- 'એ વેડન્સ ડે' જેવી અદભૂત ફિલ્મ આપનાર નિર્દેશક નીરજ પાંડેની આજે રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્પેશયલ 26’ માટે ખાસ ઉત્સુકતા હતી પણ 'એ વેડન્સ ડે' ના પ્રમાણ માં થોડી નબળી છે.

- કાળું નાણું રાખનારા નેતાઓ અને વેપારીઓ પર અક્ષય કુમાર, અનુપમ ખૈર અને તેમના સાથીઓ નકલી સીબીઆઇ અને ઇનકમ ટેક્ષનાં અધિકારી બનીને દરોડા પાડે છે. અને કોઇ કાઇ કરી શકતુ નથી. કારણ કે જેના ત્યા દરોડા પાડવામાં આવે છે, તે જાતે જ અપરાધી હોય છે. 

જયારે આ હકીકત અસલી સીબીઆઇ સુધી પહોંચે છે , અને મનોજ વાજપેયી જ્યારે નકલી સીબીઆઇ પાછળ પડે ત્યારે ફિલ્મની રોમાચંકતા વધી જાય છે. અસલી-નકલી ની રમત શ્રેષ્ઠ રીતે રજૂ કરવામાં આવી છે.ફિલ્મની કથા અર્થપૂર્ણ છે અને પ્લોટ પણ દમદાર છે.

- જો તમને અક્ષયકુમાર રાઉડી રાઠોર , ખિલાડી 786 અને જોકર જેવી ફિલ્મ માં ગમ્યો હોઈ તો આ ફિલ્મ માં નહિ ગમે કારણકે આમાં લૂક જ આખો અલગ છે.

- નિરજ પાંડેએ દરેક દ્રશ્ય અને પ્રસંગને પોતાના આગવા અંદાજમાં ફિલ્માવ્યો છે. ફિલ્મની સ્ટોરી મજબૂત છે. કૉમેડી અને એકશનની ઇમેજથી અલગ અક્ષય કુમારનો અભિનય પણ આ ફિલ્મમાં લાજવાબ છે

- ફિલ્મ સ્પેશ્યિલ 26 ના બદલે વેરી વેરી સ્પેશ્યિલ 26 બની શકત પણ કારણ વગર લવ સ્ટોરી અને ગીતો નાખવાને કારણે ના બની .

- ફિલ્મ માં હિરોઈન કાજલ અગ્રવાલ ને સોનાક્ષી જેવું કામ મળ્યું છે મતલબ કે શો પીસ જેવું .

- ટૂંક માં આ ફિલ્મ હાલ ની ચીલા ચાલુ ફિલ્મો કરતા સારી છે અને જોવા લાયક છે ખાસ કરીને ફિલ્મ નો કલાઇમેકસ , અંતની 30 મિનીટ માં જે સસ્પેન્સ ખુલે છે એ આપણી ધારણા બહારનું છે.

વધારાનો શોટ --
આ સ્પેશ્યિલ 26 વાળાની ટીમે ધોની ના ઘરે રેડ પાડી અને રોહિત શર્મા વાસણ માંજતા પકડાણો ...!!

No comments:

Post a Comment