Wednesday 13 February 2013

"માં"

જો,જો, ક્યાંક આ વાંચવાનું રહી ના જાય !!

"માં"

1. જ્યારે નાનો હતો ત્યારે મા ની પથારી ભીની કરતો હતો, 
હવે મોટો થયો તો માની આંખો ભીની કરું છું.

2. મા પહેલાં જ્યારે આંસુ આવતાં હતા… ત્યારે તું યાદ આવતી હતી,
આજે તુ યાદ આવે છે, તો આંખોમાં આંસુ છલકાય છે.

3. જે દીકરાઓના જન્મ પ્રસંગે માતા-પિતા એ ખુશી થી મીઠાઇ વહેંચેલી,
એજ દીકરા જુવાન થઇ ને આજે માતા-પિતા ની વહેંચણી કરે …

4. દીકરી ઘરે થી વિદાય થાય અને હવે દીકરો મોં ફેરવે.,
માતા-પિતા ની કરૂણ આંખોમાં વિખરાયેલા સપનાં ની માળા તૂટે

5. ચાર વર્ષનો તારો લાડલો રાખે તારા પ્રેમની આશા,
સાઠ વરસ નાં તારા માતા-પિતા કેમ ન રાખે પ્રેમ ની તૃષા ?

6. જે મુન્ના ને માતા-પિતા બોલતાં શિખવાડે …
એજ મુન્નો મોટો થઇ માતા-પિતાને ચૂપ કરાવે.

7. પત્ની પસંદગી ની મળી શકે છે..
માં પુણ્ય થી જ મળે છે,પસંદગી થી મળનારી માટે, પુણ્ય ની મળનારી ને ના ઠુકરાવતો …..

8. પોતાના પાંચ દીકરા જેને નહી લાગ્યા ભારી …
એજ માતા, દીકરાઓની પાંચ થાળીઓ મા કેમ પોતાને માટે શોધે દાણા.

9. માતા-પિતાની આંખો મા આવેલાં આંસુ સાક્ષી છે,એક દિવસ તારે પણ આ બધું સહેવાનું છે.ઘરની દેવી ને છોડી, મુરખ પથ્થર પર ચુંદડી ઓઢાડવા શાને જવું છે.

10. જીવનની સંધ્યા માં તૂ આજ એની સાથે રહી લે.. જવા નીકળેલી છાંય ની તૂ આજે આશિષ લઇ લે એના અંધકારભર્યા રાહ માં સૂરજ થઇ ને રોશની કર. ચાર દિવસ વધુ જીવવાની ઇચ્છા એનામાં નિર્માણ કર… તે માતાનું દૂધ પીધું છે…. એની ફરજ અદા કર ….એનું કરજ અદા કર ….

માં-બાપને ભૂલશો નહીં...!!!

No comments:

Post a Comment