વજન ઘટાડવા ફૂડ ક્રેઝી ફેન્ડ્સને કહેવું પડશે Bye Bye

કહેવાય છે ને જીવનમાં મિત્રો જરૂરી છે પણ સવાલ જ્યારે તમારી હેલ્થનો હોય ત્યારે થોડી બાંધછોડ તો કરવી જ પડે.
વજન ઉતારવું ખરેખરમાં એક મહામુશ્કેલી ભર્યુ કામ છે. પણ વૈજ્ઞાનિકોએ તેનો એક સરળ ઉપાય શોધી કાઢ્યો છે.
શોધકર્તાઓના જણાવ્યાં પ્રમાણે, જો આપ વજન ઘટાડવા ઈચ્છો છો તો લાલચી મિત્રો સાથે ક્યારેય ભોજન ન લો.
શોધકર્તાઓના જણાવ્યાં પ્રમાણે, ન ફક્ત વધુ જમવા1થી પણ કોની સાથે જમો છો તે પણ આપના સ્વાસ્થ્યને અસર કરે છે.
શોધ પ્રમાણે, આપના ભોજનની ટેવ આપના મિત્રોના ભોજનની ટેવ સાથે મળે છે. એટલે કે જો તમે ભોજનપ્રેમી વ્યક્તિ સાથે જમશો તો તમારો ખોરાક તેના જેટલો જ થઈ જશે. તમે તેની જોડે રહીં તેના જેમ અને જેટલું જ ખાવાનો પ્રયાસ કરશો.
તે આપના ભોજનનું પ્રમાણ વધારે છે જેને કારણે આપનો ડાયટ પ્લાન ખોરવાય છે. જમવાના મામલામાં મહિલાઓ બીજાને આદર્શ માને છે. જો આપ વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારા ભોજનનું રૂટિન બનાવો અને ભોજન પ્રેમી મિત્રોની સાથે ભોજન ન કરો
No comments:
Post a Comment