Monday 11 February 2013

બાયોડેટા

આ રહી બાયોડેટા બનાવવાની ટિપ્સ

બાયોડેટા એટલે એટલે ‘પરિચય પત્ર’ જેમાં ફેમિલી ડેટા, પર્સનલ ડેટા, એજ્યુકેશન ડેટા, એક્સ્પિરિયન્સ ડેટા જેવા વિવિધ વિભાગો પાડવા જોઈએ. ‘બાયોડેટા’ શબ્દ આજકાલ બહુ ચવાયેલો લાગે છે, તેને બદલે સી.વી. (કરિકયુલમ-વીટાઇ) કે રિઝ્યૂમે જેવા શબ્દો ‘ઈન ડિમાન્ડ’ છે. જેમાં Curriculum Vitae નો અર્થ પોતાના જીવનનો ટૂંકો હેવાલ થાય છે. અને ડિયર, આપ કયુરિકયુલમનો અર્થ તો જાણો જ છોને?શું કહ્યું?કોર્સ એટલે કે સિલેબસ? તો સાંભળો ડિયર, સિલેબસ એટલે પાઠ્યક્રમ મતલબ માત્ર ચોપડીનું જ્ઞાન. જ્યારે કરિકયુલમ એટલે અભ્યાસક્રમ. મતલબ પાઠ્યક્રમ ઉપરાંત રમત ગમત જેવી ઇત્તર પ્રવૃત્તિઓનો પણ સમાવેશ! Resume મૂળ ફ્રેંચ શબ્દ છે, અહીં તેનો ઉચ્ચાર ‘રિઝ્યુમે’ કરવો.

બાયોડેટાના Do(s):

- સૌ પ્રથમ નોકરીની જાહેરાત ફરી એકવાર વાંચી જાઓ. જો તેમાં લખ્યું હોય કે Wanted- an efficient / energetic / dynamic / sincere તો તમારા બાયોડેટામાં તમે તેવા છો, તેવું સાબિત કરો.

- તમારો બાયોડેટા તમારી એડવટૉઈઝમેન્ટ કરે છે. બાયોડેટા વાંચીને સામેના પક્ષકાર આગળ તમારી કાલ્પનિક ઈમેજ પેદા થશે. જોકે આ ઈમેજ હકીકતોથી ભરેલી હોવી જોઈએ.

- તમને મળેલી સ્કોલરશિપ, સર્ટિફિકેટ્સ, ટેસ્ટિમોનિયલ્સ, એવોર્ડ વગેરે જણાવો. તમારું બ્રાન્ડિંગ તો તમારે જ કરવાનું હોયને!

- એજ્યુકેશનલ ડેટામાં સૌ પ્રથમ ડિગ્રી લખવી. ત્યારબાદ તે ડિગ્રી સુધીની મુખ્ય પરીક્ષાઓ, તે પાસ કર્યાનું વર્ષ વગેરે લખતી વખતે જે તે પરીક્ષામાં ટકા ઓછા આવ્યા હોય, તો કલાસ (શ્રેણી) લખવો અને જે તે કલાસમાં પણ ટકા સારા હોય કે બહુ ઓછા માકર્સથી કલાસ ગુમાવ્યો હોય, તો ટકાવારી લખવી.

- બાયોડેટામાં રેફરન્સ આપેલી વ્યક્તિ ભલે આપની નજીક હોય, છતાં શિષ્ટાચાર ખાતર તેઓને કોઈ વાંધો નથી, તે પૂછી લેવું.

- સ્નેહ, સ્નેહલ, નમન, કિરણ, પલક જેવાં નામમાં તે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી તે નક્કી થઇ શકતું ન હોવાથી, પૂરાં નામની અગાઉ Mr. / Miss / Mrs. લખવું.

- બાયોડેટા સાથે ફોટોગ્રાફ બીડવાનો હોય ત્યારે પુરુષ ઉમેદવારે ટાઈ સાથેનો અને સ્ત્રી ઉમેદવારોએ ભારતીય પરંપરાગત પહેરવેશમાં પડાવેલો ફોટો બીડવો.

- બાયોડેટામાં અનુભવ (વર્ક એક્સપિરિયન્સ) જણાવતી વખતે કુલ અનુભવનાં વર્ષો જણાવ્યા બાદ તેનું વિશ્લેષણ દર્શાવવું, જેમાં સંસ્થાનું નામ, હોદ્દો (Designation) ખાસ જણાવવો.

- બાયોડેટામાં હાલનો તેમજ અપેક્ષિત પગાર સ્પષ્ટ રીતે જણાવવો જેથી ઈન્ટરવ્યૂમાં આપનો અને સામેના પક્ષકારના સમય બરબાદ ન થાય. અપેક્ષિત પગારમાં બાંધછોડ કરવાની તૈયારી હોય, તો કૌંસમાં ‘એન્ડ નેગોશિયેબલ’ લખવું.

બાયોડેટાનાં Don’t(s)

- બાયોડેટામાં ‘લેંગ્વેજ નોન’ની કોલમમાં જે ભાષા શાબ્દિક રીતે લખી-વાંચી શકતા હો, તે સિવાયની ભાષા લખવી નહીં.

- અનુભવના વિભાગમાં મોટી કંપની કે મોટા હોદ્દાવાળો અનુભવ લખવો નહીં, પરંતુ છેલ્લો અનુભવ પહેલાં લખવો અને પછી ક્રમશ એક વર્ષથી ઓછો અનુભવ દર્શાવવો નહીં કારણ કે તેનાથી આપની ખોટી ઈમેજ ઊભી થઈ શકે છે.

- બાયોડેટાને આકર્ષક બનાવવા ઘણા ઉમેદવારો ‘ફિલોસોફી ઓફ લાઈફ’ લખીને તેમાં કવોટેશન (સુઉક્તિ) લખતા હોય છે, પણ જો આ કવોટેશન કોનું છે, તે ન જાણતા હો, તો લખવું નહીં.

- બાયોડેટામાં આપની અચિવમેન્ટ (સિદ્ધિ) લખતી વખતે વધુ પડતી ઊંડાણપૂર્વક રજુઆત કરવી નહીં, થોડું સસ્પેન્સ ક્રિએટ કરો.

- મોટી કંપનીમાં તમારા પેરેન્ટ્સ કે સગાંના કોન્ટેકટ્સ દર્શાવવાને બદલે જે તે ફિલ્ડની વ્યક્તિનો જ રેફરન્સ આપવો.

No comments:

Post a Comment