Sunday 1 September 2013

ભણવાનું અને પરીક્ષા આપવાનું ક્યારે પૂરૂ થશે?

એક બાળકે તેના પિતાને કહ્યું કે, આ ભણવાનું અને પરીક્ષા આપવાનું ક્યારે પૂરૂ થશે? પિતાએ હસીને કહ્યું કે, જિંદગી છે ત્યાં સુધી આ બધું ચાલતું જ રહેવાનું છે. અત્યારે તું ભણે છે, તારી પાસે સિલેબસ છે, પાઠયપુસ્તકો છે, ગાઈડ છે, અને સૌથી મોટી વાત તો એ કે તને ખબર છે કે તારી પરીક્ષા ક્યારે છે.

ભણવાનું પૂરૂ થશે પછી રીયલ લાઈફ શરૂ થશે.

ત્યારે પુસ્તકો કે ગાઈડ નહીં હોય, પરીક્ષાનું ટાઈમટેબલ નહીં હોય, અચાનક જ તમારી સામે સમસ્યા અને સંજોગ આવી જશે અને તમને કહેશે કે લ્યો હવે આ દાખલો ઉકેલો.

તમારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું હોય છે.
પરીક્ષામાં કેટલાંક પ્રશ્નો ફરજિયાત હોય છે. તેના જવાબ આપવા જ પડતાં હોય છે. જિંદગીનું પણ એવું જ છે. અમુક પ્રશ્નોના જવાબ તમારે આપવા જ પડે છે. યુ હેવ નો ઓપ્શન. તમારે પાસ થવાનું છે.

જિંદગીમાં તમારે સુખી થવાનું જ છે. જિંદગીની કેટલીક પરિસ્થિતિ સામે લડવાનું હોય છે અને જીતવાનું હોય છે. પણ મોટાભાગે માણસ લડવાનું છોડી રડવાનું ચાલુ કરી દે છે.

આપણે ફરિયાદો કરવા લાગીએ છીએ. આવું થોડું હોય? મારી સાથે જ કેમ આવું થાય? મારો કંઈ જ વાંક નથી...!!!

No comments:

Post a Comment