Monday 9 September 2013

ઘુવડ

હિન્દુ ધર્મમાં શકુન-અપશુકનની માન્યતા સદીઓથી ચાલી આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ માન્યતા આપણી આસપાસ રહેનારા તમામ પશુ પક્ષી સાથે જોડાયેલી છે. ઘુવડ પણ આવુ જ એક પક્ષી છે. આમ તો ઘુવડ ખુબ ઓછુ જોવા મળે છે. કારણ કે જનજીવનથી દૂર રહેવાનું તે વધારે પસંદ કરે છે અને જો તે જોવા મળે અથવા તેનો અવાજ સાંભળવા મળે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે આપણ માટે શુભ અશુભ હોઈ શકે છે.

માત્ર ભારતમાં જ નહી અન્ય દેશોમાં ઘુવડ સાથે જોડાયેલી શુકન અપશુકનની માન્યતા છે.શુકન શાસ્ત્ર અનુસાર ઘુવડના ઘણા ઈશારા આપણા માટે શુભ હોય છે તો ઘણા આપણી બરબાદી પણ સુચવે છે.માટે જો કયારેક ઘુવડ જોવા મળે કે તેનો અવાજ સાંભળવા મળે તો તેને નજર અંદાજ ન કરો.

આગળ જાણો ઘુવડ સાથે જોડાયેલ શુકન અપશુકન અંગે.....

જો કોઈ ઘુવડ રાતમાં ફરતુ હોય તો વ્યકિતને હોમ-હોમની અવાજ કરતુ સાંભળવા મળે તો શુભ ફળ મળે છે કારણ કે આ પ્રકારનો અવાજ જો ફરી કરે તો આપણી ઈચ્છા ફરવા માટે થાય છે.મન યાત્રા વિશે વિચારે છે.

આગળ જાણો ઘુવડ કોઈના ઘર પર બેઠેલુ જોવા મળે તો કેવા સંકેત આપે છે....

જો કોઈ ઉલ્લુ કોઈ ઘર પર બેઠુ હોય અને પછી તે તુરંત ઉડી જાય તો તે ઘરના માલિક પર કોઈ વિપત્તી આવવાની સંભાવના વધી જાય છે.

આગળ જાણો શાસ્ત્રો અનુસાર શુકન અપશુકન વિશે...

શુકન શાસ્ત્ર અનુસાર જો કોઈ ઘરની છત્ત પર ઘુવડ બેઠેલુ હોય અવે તે અવાજ કરતુ હોય તો તે ઘરના મોભી અથવા પરિવારના કોઈ સ્ભ્યના મૃત્યુ થવાની શકયતા વધી જાય છે.

આગળ જાણો દરવાજા પર ઘુવડ રડતુ હોય તો શું થાય છે....

જો કોઈ દરવાજા પર ઘુવડ સતત ત્રણ દિવસ સુધી રડતુ હોય તો તેના ઘરમાં ચોરી થવાની શકયતા વધારે રહે છે.કોઈના કોઈ રીતે ધનની હાની એટલે કે પૈસાનુ નુકસાન થવાની શકયતા વધી જાય છે.આગળ જાણો ઘુવડ કઈ દિશામાં અવાજ કરે તો કેવા સંકેત મળે છે....

શુકન શાસ્ત્ર અનુસાર ઘુવડનુ ડાબી બાજુએ અવાજ કરવો શુભ માનવામાં આવે છે.જમણી બાજુ બોલે તો એશુભ થાય છે.મેહમાનની પાછળની તરફ ઘુવડ જોવા મળે તો કામમાં સફળતા મળવાના યોગ વધી જાય છે.

આગળ જાણો દક્ષિણ આફ્રિકામાં ઘુવડના અવાજથી કેવા સંકેત મળે છે....

દક્ષિણ આફ્રિકામાં ઘુવડના અવાજને મૃત્યુનુ કારણ માનવામાં આવે છે.ચીનમાં ઘુવડ જોવા મળે તો પડોશીનુ મૃત્યુ થવાના સંકેત માનવમાં આવે છે.આમ ઘુવડ સાથે વિવિધ દેશમાં વિવિધ માન્યતાઓ સંકળાયેલી છે.

આગળ જાણો તુર્કીમાં ઘુવડના અવાજ ને શુભ માનવામાં આવે છે કે અશુભ....

તુર્કીમાં ઘુવડના અવાજને સાંભળવો અશુભ માનાવમા આવે છે.આ ઉપરાંત સફેદ ઘુવડ જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે.ઈરાનમાં ઘુવડનો અવાજ મધુર અથવા કર્ણપટુ હોવાને કારણે શુભ માનવામાં આવે છે.

મહેમાનની પાછળની તરફ જો ઘુવડ જોવા મળે તો કામમાં સફળતા મળવાના યોગ વધી જાય છે.

No comments:

Post a Comment