Tuesday 10 September 2013

મારવાડીને ‘પાણી’ પીવડાવી દે એ ગુજરાતી

પાંચ ગુજરાતી અને પાંચ મારવાડી પુણેથી મુંબઇ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતા. પુણે રેલવે સ્ટેશન પર આ બન્ને ગ્રૂપનો ભેટો થઇ ગયો. બન્ને ગ્રૂપ મુસાફરી દરમિયાન પોત-પોતાની ચાલાકી રજૂ કરવા લાગ્યા.

પહેલી ઘટના(પુણે-મુંબઇ)

પાંચ ગુજરાતીએ એક ટીકિટ ખરીદી અને પાંચ મારવાડીએ પાંચ ટીકિટ ખરીદી. મારવાડીઓ ટીસીની રાહ જોવા લાગ્યા. જ્યારે ટીસી આવ્યા ત્યારે પાંચ ગુજરાતીઓ એક ટોઇલેટમાં ઘૂસી ગયા, તેથી જ્યારે ટીસીએ દરવાજો ખખડાવ્યો, એક વ્યક્તિએ હાથ બહાર કાઢ્યો અને ટીકિટ દર્શાવી, જે જોઇને ટીસી જતાં રહ્યાં. જ્યારે આ બન્ને ગૂ્પ પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમને સીધી પુણેની ટ્રેન મળી નહીં, તેથી તેમણે મુંબઇ થી લોનાવાલા અને લોનાવાલાથી પુણે જવાનું નક્કી કર્યું.

બીજી ઘટના(મુંબઇ-લોનાવાલા)

મારાવાડીએ આ વખતે પોતાની ચાલાકી દર્શાવવાનું નક્કી કર્યું, તેમણે પાંચ લોકોની વચ્ચે માત્ર એક જ ટીકિટ ખરીદી. જ્યારે ગુજરાતીઓએ એકપણ ટીકિટ ખરીદી નહીં. ટીસી આવ્યા ત્યારે મારવાડીએ એક ટોઇલેટમાં ઘૂસી ગયા. તેની સામેના ટોઇલેટમાં ગુજરાતીઓ ઘૂસી ગયા.

એક ગુજરાતી બહાર નિકળ્યો અને મારવાડી જે ટોઇલેટમાં ઘૂસ્યાં હતા, તેનો દરવાજો ખખડાવ્યો. એક હાથ બહાર આવ્યો અને ટીકિટ આપી. ગુજરાતીએ એ ટીકિટ લઇ લીધી અને પોતાનું ગ્રૂપ જે ટોઇલેટમાં હતું તેમાં જતો રહ્યો. ટીસી મારવાડીઓ જે ટોઇલેટમાં હતા તેનો દરવાજો ખખડાવ્યો. મારવાડીઓ પાસે ટીકિટ નિકળી નહીં, તેથી તેમને દંડ ભરવો પડ્યો.

ત્રીજી ઘટના(લોનાવાલા)

બન્ને ગ્રૂપ હવે લોનાવાલા રેલવે સ્ટેશને ભેગા થઇ ગયા. મારવાડીઓ પાસે છેલ્લી તક હતી, તેઓએ પુણેની ટ્રેન પકડી. આ વખતે પણ તેમણે એ જ એક ટીકિટવાળી ટ્રીક અજમાવાનું નક્કી કર્યું. જ્યારે ગુજરાતીઓ પાંચ ટીકિટ ખરીદી. ટીસી આવ્યા, બધા ગુજરાતીઓએ પોત-પોતાની ટીકિટ બતાવી, જ્યારે મારવાડીઓ હજુ પણ ટ્રેનમાં ટોઇલેટ શોધી રહ્યાં હતા.

No comments:

Post a Comment