Saturday 15 March 2014

જાડાપણું આજે દરેકનાં જીવનની પાયાની સમસ્યા થઈ ગઈ છે

જાડાપણું આજે દરેકનાં જીવનની પાયાની સમસ્યા થઈ ગઈ છે. વધારે વજનને કારણે નાની ઉંમરે જ ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. શરૂઆતનાં દિવસોમાં વધતા વજન પર ધ્યાન ન આપવાથી આ સમસ્યા વકરતી જાય છે. જો એક વખત ચરબી જામી જાય તો કલાકો પરસેવો પાડવા છતાં તેને ઘટાડવો મુશ્કેલ બની જાય છે.

તેથી સૌ પહેલાં તો ખાણીપીણીમાં સુધારો કરવો જરૂરી છે અને જીવનમાં નિયમિતતા લાવવી જરૂરી છે. તો ચાલો નજર કરીયે ખાસ ટિપ્સ પર જેને અનુસરતા 15 જ દિવસમાં તમે જાતે તમારા શરિરમાં બદલાવ અનુભવી શકશો...

-શાક અને ફળમાં કેલરી ઓછી હોય છે તેથી તેનું સેવન વધુ કરો.. ફ્રૂટમાં કેળા અને ચીકુનું સેવન ટાળો તે વજન વધારે છે. ફુદીનાનો ઉપયોગ દિવસ દરમિયાન વધારો તે તમને ફ્રેશ રાખશે
-જમવામાં ટામેટાં, ડુંગળી,કાકડી,બિટ,કોબીચનું સલાડ કાળામરી અને મીઠું ઉમેરી ખાઓ. તેનાંથી બોડીમાં વિટામીન-સી,એ,કે, આયરન,પોટેશિયમ,લાઈકોપીન અને લ્યૂટિન મળે છે. જેનાંથી તમારુ પેટ ઝડપથી ભરાઈ જાય છે. અને વજન પણ કંટ્રોલમાં રહે છે.
-રાતનું ભોજન એકદમ હળવું રાખો, બને તો પપૈયું, તરબુચ જેવાં ફ્રૂટનું સેવન કરો.
-દરરોજ એક વાટકી દહી તમારા ભોજનમાં ઉમેરો, તમે સવારનાં ભોજનમાં દહી કે છાશનો ઉપયોગ કરી શકો. છાશ તો તમે દિવસમાં ગમે તેટલી વખત લઈ શકો છો.
-આમળા અને હળદરને એકસરખા ભાગે લો અને પીસીને ચુર્ણ બનાવી લો. આ ચૂર્ણને છાશ સાથે લો તમારી ચરબી ઉતરવાં લાગશે.
-દરરોજ સવારે નયણાં કોઠે હુંફાળા પાણીમાં મધ અને ચપટી તજનો ભુકો ભેળવીને પીઓ.. વજન ઉતરવા લાગશે. ફરક તમે 15 દિવસમાં અનુભવી શકશો
-વધુ કાર્બોહાઈડ્રેટ વાળી એટલે કે બટાકા, ભાત, ખાંડ જેવી વસ્તુઓથી દૂર રહો, તેનો બને તેટલો ઉપયોગ ટાળો

No comments:

Post a Comment