Friday 21 March 2014

સ્લિમ અને સુંદર


દરેક વ્યકિત
સ્લિમ અને સુંદર દેખાવા માંગે છે કે જાણે કોઇ એકટર કે એકટ્રેસ હોય. વાસ્તવિકતામાં મેદસ્વિતાનાં કારણે વ્યકિતનું શરીર મોટું અને મેદસ્વી દેખાય છે.સંશોધકોએ જણાવ્યું છે કે જે લોકોની તાસીર અને જિન્સ મેદસ્વિતાના હોય છે તે લોકો જો તળેલી ખાદ્ય ચીજવસ્તુઓનું સેવન કરે તો જે લોકોની આ પ્રકારની તાસીર નથી હોતી તેમના કરતાં મેદસ્વિતાની તાસીર ધરાવતાં લોકોને તેમની મેદસ્વિતા અને અન્ય પ્રકારના રાજરોગ થવાનું જોખમ વધી જાય છે અને તેમના માટે તળેલા ખાદ્યપદાર્થોની ટેવ ખતરનાક પુરવાર થઇ શકે છે.એચએસપીએચ એન્ડ બ્રિધામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ખાતેના ન્યૂટ્રિશન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને અગ્રણી લેખક લુ ક્વીનના જણાવ્યા પ્રમાણે મેદસ્વિતાનું વધુ જિનેટિક જોખમ તળેલી ખાદ્યચીજોના ઉપયોગની વિપરીત અસરો શરીરનાં વજન પર વધારી દે છે અને તળેલી ચીજોનું વધુ પડતું સેવન નુકસાનકારક જિનેટિક અસરો વધારી દે છે.

ઉલ્લેખનીય છે કે મેદસ્વિતાને ઘટાડવા કેટલાંય ગલી અને ફુમચાની જેમ ડાયેટ સેન્ટરો ખુલ્યા છે જે કોઇ વાર મેદસ્વિતાને ઘટાડવાનાં બદલે વધારે છે.સંશોધકોએ નર્સિઝ હેલ્થ સ્ટડીમાં ૯,૬૨૩ મહિલાઓ હેલ્થ પ્રોફેશનલ્સ ફોલોઅપ સ્ટડીમાં ૬,૩૭૯ પુરુષો અને વિમેન્ટ જિનોમ હેલ્થ સ્ટડીમાં ૨૧,૪૨૬ મહિલાઓના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.આ અભ્યાસમાં ભાગ લેનારાઓએ તેઓ ઘરે અને બહાર હોય છે ત્યારે કેટલીવાર તળેલો ખોરાક ખાય છે તેવી પ્રશ્નાવલીઓનો જવાબ આપવાનો હતો, તેની સાથે બોડીમાસ ઇન્ડેક્સ(બીએમઆઇ) અને શારીરિક કસરત અને પ્રવૃત્તિઓ જેવા જીવનશૈલીને લગતાં પરિબળોનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ બધા ડેટાના વિશ્લેષણ પર જે પરિણામો જાહેર થયાં હતાં તેના પરથી એવો નિર્દેશ મળ્યો હતો કે નિયમિતપણે તળેલા ખોરાક ખાનારાં લોકોનો બીએમઆઇ ઊંચો હતો, આ માટે ભોજન અને જીવનશૈલીને લગતાં પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં.

વધુમાં આ અભ્યાસ દ્વારા વધારામાં એવું બહાર આવ્યું હતું કે જે લોકોની તાસીર મેદસ્વિતાની હોય છે તેમને તળેલી ખાદ્યચીજોનું સેવન વધુ મેદસ્વી બનાવે છે અને હઠીલા રોગોનો ભોગ વધુ બને છે. આ અહેવાલ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.

No comments:

Post a Comment